ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અયોધ્યામાં દીપોત્સવ શરુ થવાને ગણતરીના કલાકો બાકી, દુલ્હનની જેમ શણગારી રામનગરી - વર્ચ્યુઅલ દીપોત્સવ

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની નગરી અયોધ્યામાં ચોથો દીપોત્સવ કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે. જેની તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. મુખ્ય કાર્યક્રમ સ્થળ રામની પેડી સરયૂ ઘાટ અને રામ કથા પાર્કમાં તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.આ વખતે લેઝર શોના માધ્યમથી સરયૂ કિનારા પર આતશબાજી થશે. તો યોગી સરકાર અયોધ્યામાં પ્રથમવાર વર્ચ્યુઅલ દીપોત્સવનું આયોજન કરશે.

દીપોત્સવ
દીપોત્સવ

By

Published : Nov 11, 2020, 7:46 AM IST

  • અયોધ્યામાં ભવ્ય યોજાશે ચૌથો દીપોત્સવ
  • મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા
  • સરયૂ કિનારા પર આતશબાજી
  • અયોધ્યામાં પ્રથમવાર વર્ચ્યુઅલ દીપોત્સવ
    દીપોત્સવ

અયોધ્યા: દિવાળીના તહેવાર પર ઉત્તર પ્રદેશની યોગી સરકાર ભવ્ય ડિજિટલ દીપાવલી મનાવવાની તૈયારી કરી રહી છે. તો હવે 500 વર્ષોમાં પ્રથમવાર રામજન્મભૂમિ પર થનારી દિવાળીને યાદગાર બનાવવામાં યોગી સરકાર લાગી ગઈ છે. દીપોત્સવના અવસર પર અયોધ્યામાં પ્રથમવાર ડિજિટલ આતાશબાજી થશે. અયોધ્યામાં ભક્તો માટે દીપ પ્રગટાવવાની વ્યવસ્થા થશે.

દીપોત્સવ

વર્ચ્યુઅલ દીપોત્સવનું આયોજન

અયોધ્યા આગામી 3દિવસ સુધી એતિહાસિક નજારો જોવા મળશે. આ પ્રસંગે ETV ભારતની ટીમ અયોધ્યા પહોંચી હતી.આ વખતે લેઝર શોના માધ્યમથી સરયૂ કિનારા પર આતશબાજી થશે. તો યોગી સરકાર અયોધ્યામાં પ્રથમવાર વર્ચ્યુઅલ દીપોત્સવનું આયોજન કરશે. વર્ચ્યુઅલ દીપોત્સવ માટે જલદી નવી વેબસાઇટ લોન્ચ થશે. આ વર્ચ્યુઅલ દીપોત્સવ રિયલ જેવો અનુભવ આપશે. તો દીપ પ્રગટાવ્યા બાદ ધન્યવાદ પત્ર મળશે.

દીપોત્સવ

વર્ચ્યુઅલ દીપ પ્રજ્વલિત

પોર્ટલ પર શ્રીરામલલા બિરાજમાનની તસવીર હશે, જેની સમક્ષ વર્ચ્યુઅલ દીપ પ્રજ્વલિત થશે. અહીં સુવિધા હશે કે શ્રદ્ધાળુ પોતાના ભાવાનુસાર માટી, તાંબા, સ્ટીલ અને કોઈ અન્ય ધાતુના દીપ સ્ટેન્ડની પસંદગી કરે. ઘી, સરસવ અને તલના તેલનો વિકલ્પ પણ ઉપલબ્ધ હશે.

દીપોત્સવ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દીપોત્સવમાં વર્ચ્યુઅલી સહભાગી બનશે

આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દીપોત્સવમાં વર્ચ્યુઅલી સહભાગી થશે. મુખ્યપ્રધઆન યોગી રામાયણના પ્રસંગો પર આધારિત ઝાંકીનું અવલોકન કરશે. સાથે શ્રીરામ, સીતા અને લક્ષ્મણના સ્વરૂપની આરતી કરી શ્રીરામનો રાજ્યાભિષેક કરશે. મુખ્યપ્રધાન જન્મભૂમિ પરિસરમાં રામલલાની આરતી પણ ઉતારશે.

ABOUT THE AUTHOR

...view details