નવી દિલ્હી : ભારતીય કુસ્તી સંઘના પૂર્વપ્રમુખ અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણસિંહ વિરુદ્ધ એક સગીર મહિલા કુસ્તીબાજ દ્વારા POCSO કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ મામલે પટિયાલા હાઉસ કોર્ટમાં દિલ્હી પોલીસના કેન્સલેશન રિપોર્ટ પર નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. POCSO જજ છવી કપૂર રજા પર હોવાના કારણે નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસના કેન્સલેશન રિપોર્ટને સ્વીકારવો કે નહીં તે અંગે કોર્ટને આજે નિર્ણય લેવાનો હતો. ઉલ્લેખનિય છે કે, ગયા મહિને કોર્ટ દ્વારા ચુકાદો જાહેર કરવાનો નિર્ણય 6 ઓક્ટોબર સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો.
શું હતો મામલો : અત્રે નોંધનીય છે કે, મહિલા રેસલર દ્વારા કેસ પાછો ખેંચી લીધા પછી દિલ્હી પોલીસે કેસનો અંત લાવવા માટે 15 જૂને કોર્ટમાં કેન્સલેશન રિપોર્ટ દાખલ કર્યો હતો. હવે આ મામલામાં કેસ ખતમ કરવા અંગે કોર્ટે પોતાનો ચુકાદો આપવાનો છે. અગાઉની સુનાવણી દરમિયાન સગીર મહિલા કુસ્તીબાજ અને તેના પિતાએ કોર્ટમાં કહ્યું હતું કે, તેમને કેસની તપાસ કર્યા પછી દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલા કેન્સલેશન રિપોર્ટથી કોઈ સમસ્યા નથી. પોલીસના કેન્સલેશન રિપોર્ટથી તે સંતુષ્ટ છે. આ રિપોર્ટને સ્વીકારી લેવામાં આવે.
ફરિયાદીનો જવાબ: મહિલા રેસલર અને તેના પિતાના નિવેદન સાંભળ્યા બાદ કેસની આગામી સુનાવણી 6 સપ્ટેમ્બરના રોજ નક્કી કરવામાં આવી હતી. દિલ્હી પોલીસ વતી એડવોકેટ અતુલ શ્રીવાસ્તવ હાજર રહ્યા હતા. 15 જૂનના રોજ દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલા કેન્સલેશન રિપોર્ટ અંગે 4 જુલાઈના રોજ કોર્ટે સંજ્ઞાન લીધું હતું. ત્યારબાદ ફરિયાદી સગીર મહિલા રેસલર અને તેના પિતા પાસે આ અંગે કોર્ટમાં જવાબ માંગવામાં આવ્યો હતો.
કેન્સલેશન રિપોર્ટ :એક સગીર મહિલા રેસલરે શરૂઆતમાં ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણસિંહ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. આ મામલે દિલ્હી પોલીસે POCSO એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો. ત્યારબાદ દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કોર્ટમાં કેન્સલેશન રિપોર્ટ દાખલ કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, બ્રિજભૂષણ વિરુદ્ધ પોકસો એક્ટ હેઠળ નોંધાયેલા કેસમાં કોઈ પુરાવા મળ્યા નથી. આ સાથે દિલ્હી પોલીસે કોર્ટમાં બ્રિજભૂષણ વિરુદ્ધ પોકસો એક્ટ હેઠળ નોંધાયેલ કેસને રદ કરવાની અપીલ કરી હતી.
- Wrestler Sexual Harassment Case: બ્રિજભૂષણ સિંહ પર કેસ ચલાવવા માટે પૂરતા પુરાવા- દિલ્હી પોલીસ
- Sexual Harassment Case : કુસ્તીબાજ ઉત્પીડન કેસમાં બ્રિજભૂષણ સિંહ સામે આરોપો ઘડવા અંગે કોર્ટમાં દલીલ