નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોનાના કેસ સતત (Corona Cases in Delhi) વધી રહ્યા છે. તેને જોતા દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ (DDMA) નવી ગાઈડલાઈન જાહેર કરી છે, જે અંતર્ગત દિલ્હીમાં તમામ પ્રાઈવેટ ઓફિસ બંધ કરવામાં આવશે અને કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ (work from home in delhi) લાગુ થશે.
દિલ્હીમાં કોરોનાના કેસ વધતા DDMAની નવી ગાઈડલાઈન આ પણ વાંચો-Sports Authority of India: કોરોનાના વધતા જતા કેસોને કારણે SAI 67 તાલીમ કેન્દ્રો બંધ કરશે
દિલ્હીમાં કોરોનાના કેસ વધતા DDMAની નવી ગાઈડલાઈન
દિલ્હીમાં કોરોનાના સતત વધતા કેસને (Corona Cases in Delhi) ધ્યાનમાં રાખી DDMAએ નવી ગાઈડલાઈન જાહેર (DDMA New Guidelines) કરી છે. તેમાં તમામ ખાનગી ઓફિસ (છૂટની શ્રેણી સિવાયની) બંધ કરવાનું કહેવામાં (Order to close private office in Delhi) આવ્યું છે અને કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમનું પાલન કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તમામ રેસ્ટોરાં અને બાર પણ બંધ રહેશે. જ્યારે ટેકઅવેની મંજૂરી હશે.
આ પણ વાંચો-Gujarat High Court Physical Hearing Off : વળી પ્રત્યક્ષ સુનાવણી બંધ, વકીલ ચેમ્બરો પણ બંધ કરાશે
આપને જણાવી દઈએ કે, આ પહેલા DDMAએ (Delhi Disaster Management Authority) જે આદેશ જાહેર કર્યા હતા. તે મુજબ, દિલ્હીમાં અત્યારે 50 ટકા ક્ષમતા સાથે ઓફિસ ચાલી રહી હતી. હવે તેને સંપૂર્ણ રીતે બંધ કરવાનો આદેશ (Order to close private office in Delhi) કરવામાં આવ્યો છે.