ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ડીડીસી ચૂંટણી: ચૂંટણીને કાયદાકીય લોકશાહી પ્રક્રિયા બનાવવી - કેન્દ્રશાસિત પ્રદેશ

જમ્મુ-કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીનું આયોજન આઠ તબક્કામાં કરવામાં આવ્યું છે. કાશ્મીરમાં કલમ- 370 હટ્યા બાદ પહેલી વખત જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી યોજાઈ રહી છે. કાશ્મીર જેવા સ્થળમાં મત આપવાના અધિકારનો ઉપયોગ કરવો એ પડકારરૂપ રહ્યું છે.

ડીડીસી ચૂંટણી
ડીડીસી ચૂંટણી

By

Published : Dec 8, 2020, 10:39 AM IST

  • જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટ્યા બાદ પહેલી વખત DDCની ચૂંટણી યોજાઈ
  • જમ્મુ-કાશ્મીરમાં આઠ તબક્કામાં યોજાઈ જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી
  • જમ્મુ-કાશ્મીરમાં પહેલી વખત લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો

ડીડીસી ચૂંટણી: ચૂંટણીને કાયદાકીય લોકશાહી પ્રક્રિયા બનાવવી

  • કાશ્મીર જેવા સ્થળમાં મત આપવાના અધિકારનો ઉપયોગ કરવો તે એકદમ પકડારરૂપ રહ્યું છે અને તેનું કારણ નાગરિકોમાં અશાંતિ છે. કાશ્મીરમાં ચૂંટણી પ્રતિબંધિત રહી છે, પરંતુ ડીડીસી (જિલ્લા વિકાસ પરિષદ) ચૂંટણી વિશે એવું લાગે છે કે, તેણે સમાજમાં ચૂંટણીના રાજકારણની સ્વીકૃતિ પ્રાપ્ત કરી છે.
  • નિત્ય કાર્યક્રમમાં અવરોધ ઉપરાંત ચૂંટણી પ્રક્રિયાની કાયદેસરતા પણ કાશ્મીરમાં 1987થી ચાલી રહેલા સંઘર્ષનો પ્રથમ ભોગ હતી. વિવિધ ત્રાસવાદી જૂથો ચૂંટાયેલા પ્રતિનિધિઓને નિશાન બનાવતા અને તેઓ જેને ‘ભારતનો અખંડ ભાગ કાશ્મીર એવા ભારતના વર્ણન’ તરીકે ગણાવતા તેનો આ પ્રતિનિધિઓને હિસ્સો ગણાવતા.
  • જમ્મુ અને કાશ્મીરે હિંસાને ભયજનક ગણાવીને મતપત્રક દ્વારા ઉકેલ લાવવા માગતા, મોટા ભાગે વિવિધ મુખ્ય પ્રવાહના રાજકીય પક્ષોના 5 હજાર રાજકીય કાર્યકરોની હત્યાને જોઈ છે.
  • જોકે, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીએ સંપૂર્ણ રાજકીય વર્ણન બદલી નાખ્યું હોય તેમ લાગે છે અને આ રીતે દાયકાઓ સુધી લોહિયાળ દુર્ઘટનાઓ જોઈ છે તેવી સમસ્યાના રાજકીય ઉકેલ માગવાનો ચૂંટણી પ્રક્રિયા કાયદાકીય રસ્તો બની ગઈ છે.
  • બહિષ્કારથી સ્વીકૃતિના આ પરિવર્તનના મૂળ 5 ઑગસ્ટ 2019ના રોજ વર્તમાન સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયમાં છે. જ્યારે જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્ય પાસેથી તેનો વિશેષ દરજ્જો છીનવી લેવાયો હતો અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચી નખાયું હતું. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ. એક વિધાનસભા સાથે અને એક તેના વગર.
  • ચૂંટણીમાં ભાગ લેતા રાજકીય પક્ષો મુશ્કેલ સ્થિતિમાં આવી ગયા. કારણ કે, તેમનો એજન્ડા દૂર કરાયેલા વિશેષ દરજ્જામાં મૂળ ધરાવે છે. તેઓ કોઈ ઘોંઘાટ કરે તે પહેલા, કેન્દ્ર સરકારે તે બધાને જાહેર સુરક્ષા કાયદા હેઠળ કા તો મહિનાઓ સુધી જેલમાં પૂરી દીધા અથવા તેમનાં નિવાસસ્થાનોને જેલમાં પરિવર્તિત કરી દીધા. તેમાં ત્રણ પૂર્વ મુખ્ય પ્રધાનો, રાજ્યના કેબિનેટ પ્રધાનો અને સંસદના પૂર્વ સભ્યો હતા.
  • તેમની મુક્તિ પછી ભાજપના નેતૃત્વવાળી સરકારે કાશ્મીરમાં તેનો મત આધાર મેળવવા માટે કાર્ય શરૂ કર્યુ છે. તેનું અનુમાન છે કે, પ્રાદેશિક પક્ષો તેમની ચૂંટણી બહિષ્કાર રણનીતિમાં અલગતાવાદીઓ સાથે હાથ મેળવશે, પરંતુ તેના બદલે પક્ષો ભાજપ સામે એક થઈ ગયા અને શાસક પક્ષ સામે સામાન્ય મોરચો ખોલ્યો. તેનાથી ભાજપ ચિંતામાં પડી ગયો. એવું કહેવાય છે કે, સરકારે ચાલી રહેલી ડીડીસી ચૂંટણીમાં ભાજપ સામે ઊભા રહેલા ઉમેદવારોની હિલચાલ નિયંત્રિત કરી દીધી છે. કેટલાક શરમમાં મૂકે તેવા પગલાં સાથે શાસક પક્ષનું કથિત સંકીર્ણ રાજકારણ વાઈરલ બને તે પહેલાં રાજ્ય ચૂંટણી અધિકારીએ આ નિયંત્રણ સુરક્ષા ચિંતાના કારણે હોવાનું કહ્યું.
  • કાશ્મીરમાં ડીડીસી ચૂંટણીના પહેલા તબક્કા દરમિયાન મતદારોએ અભૂતપૂર્વ રીતે અને નિર્ભિકપણે ભાગ લીધો તેને વિશ્લેષકો મોટું ધરખમ પરિવર્તન માને છે અને નવી સંમત વાસ્તવિકતા કે ચૂંટણીમાં ભાગ લેવો હવે પ્રતિબંધિત નથી. મુક્ત રીતે પસંદ કરાયેલા વર્તને ગુપકાર મોરચાના સભ્યોને રાહતનો શ્વાસ અને સમાજમાં સ્વીકૃતિ આપી છે.
  • ટેલિવિઝનના પડદાઓ પર તમામ ઉમરના સમૂહોના બંને લિંગના મતદારો કોઈ પણ સંકોચ વગર મતદાન કરતા જોવા મળ્યા છે. અલગતવાદીઓના ચૂંટણી બહિષ્કારની ઘોષણા અને વિવિધ ત્રાસવાદી જૂથો દ્વારા તેને અનુષંગિક સ્વીકૃતિ કે સમર્થનથી ભૂતકાળની જેમ જ આ ક્ષેત્રમાં સંપૂર્ણ લોકશાહી પ્રક્રિયા ગેરકાયદેસર થઈ ગઈ હોત.
  • કલમ- 370 હટ્યા પછી જે સમસ્યા ઉભરીને આવી છે. તેનો ઉકેલ શોધવાના સાધન તરીકે આ જ પ્રક્રિયાને જોવામાં આવી રહી છે. ભાગ લઈ રહેલા પક્ષોનો 5 ઑગસ્ટના નિર્ણયની આસપાસ એજન્ડા છે. ભાજપ અને તેની ટીમ બી, અલ્તાફ બુખીના નેતત્વવાળી અપની પાર્ટી કલમ 370 હટાવવાથી તેનો હેતુ સિદ્ધ થયો છે તે સુનિશ્ચિત કરવા પ્રયાસ કરી રહ્યા છે જ્યારે ગુપકાર મોરચો વિશેષ દરજ્જો પુનઃસ્થાપિત કરવા માગે છે. હવે ચૂંટણી પરિણામ આવે ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે કે ભાજપનો હેતુ સરે છે કે પછી ત્યાંના લોકોને જીતવા તેણે કોઈ અન્ય રણનીતિ અપનાવવી પડે છે.

- બિલાલ ભટ

ABOUT THE AUTHOR

...view details