ભરતપુર, રાજસ્થાન : જિલ્લાના કુમ્હેર વિસ્તારના સાહા ગામનો દલિત સમાજ આંબેડકર જયંતિની શોભાયાત્રા દરમિયાન થયેલા તોફાનો અને મારપીટથી પરેશાન થઈને મંગળવારે ગામ છોડીને હિજરત કરી રહ્યો છે. આથી, તેઓ તમામ લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. સમાજના સેંકડો લોકોએ બાળકો અને પાલતુ પ્રાણીઓ સાથે કલેક્ટર કચેરી સામે આંબેડકર ભવનમાં ધામા નાખ્યા છે. દલિત સમાજના લોકોનું કહેવું છે કે, ગામમાં માથાભારે લોકો ઘરમાં ઘૂસીને મારપીટ કરી રહ્યા છે, જેના કારણે ગામમાંથી ભાગવું પડે છે.
આ પણ વાંચો :કર્ણાટકમાં બજરંગ દળના કાર્યકરે કરી દલિત કોંગ્રેસ કાર્યકરની હત્યા
શું છે મામલો?:14 એપ્રિલે ડૉ. ભીમરાવ આંબેડકર જયંતિના અવસરે જાટવ સમુદાયના લોકો ભરતપુર જિલ્લાના કુમ્હેર વિસ્તારના સાહ ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભા યાત્રા પર ગામના દબંગ લોકોએ પથ્થરમારો કર્યો હતો. બન્ને પક્ષો વચ્ચે લડાઈ થઈ હતી. આ બાદ, લોકો આંબેડકર જયંતિ માટે સ્થળ પર એકઠા (ruckus on Ambedkar Jayanti In Bharatpur Village) થયા હતા. જ્યાં કેટલાક અસામાજીક લોકો પહોંચીને મંડપને આગ ચાંપી (Migrating after Unheard) દીધી હતી. આ સમગ્ર મામલે બન્ને પક્ષોએ એકબીજા વિરુદ્ધ પોલીસમાં FIR નોંધાવી હતી. સમગ્ર મામલામાં 29 લોકો સામે મારપીટનો કેસ નોંધવામાં આવ્યો હતો. રિપોર્ટ નોંધાયા બાદ પોલીસે કાર્યવાહી કરી ત્રણ લોકોની ધરપકડ કરી હતી.