ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આગ્રામાં 'સલામ' ન કરવા પર દલિત વિદ્યાર્થીને મારી ગોળી

ઉત્તર પ્રદેશના (AGRA UTTAR PRADESH) આગ્રામાં ધોરણ 10માં ભણતા એક દલિત કિશોરને તેના સિનિયરોએ ગોળી (Dalit Boy Shot IN Agra) મારી દીધી હતી. ગોળીબારના બન્ને આરોપીઓ 12મા ધોરણના વિદ્યાર્થીઓ છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.

DALIT BOY SHOT
DALIT BOY SHOT

By

Published : Jan 20, 2022, 1:55 PM IST

આગ્રાઃ ઉત્તર પ્રદેશના આગ્રામાં એક દલિત કિશોરને (Shooting on Dalit teenager) તેના સિનિયર વિદ્યાર્થીઓએ ગોળી મારી દીધી હતી. આરોપ છે કે ટ્યુશન જતી વખતે તેણે કથિત રીતે 'સલામ' ન કરવાને કારણે જ તેને ગોળી મારી હતી. પીડિત કિશોર સ્થાનિક પબ્લિક સ્કૂલમાં 10મા ધોરણનો વિદ્યાર્થી છે. ગોળી તેના પગમાં વાગી છે. ગોળીબારના બન્ને આરોપીઓ ઇન્ટર કોલેજમાં અભ્યાસ કરે છે અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ છે.

પોલીસે IPC કલમ 307 અને SC-ST એક્ટ હેઠળ ફરિયાદ નોંધી

પોલીસના જણાવ્યા અનુસાર આરોપી છોકરાઓ પુખ્ત વયના છે. આ કેસમાં એકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બીજો ફરાર છે. ઈજાગ્રસ્ત દલિત વિદ્યાર્થીની હાલત ખતરાની (Dalit boy shot by his seniors in Agra) બહાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોલીસે IPC કલમ 307 (હત્યાનો પ્રયાસ) અને SC-ST એક્ટની (Prevention of Atrocities) સંબંધિત કલમો હેઠળ FIR નોંધી છે.

સ્થાનિક લોકો પીડિત છોકરાને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા

પોલીસના જણાવ્યા અનુસાર હવે એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે, આરોપીએ બંદૂક અને ગોળીઓ ક્યાંથી ખરીદી હતી. અહેવાલો અનુસાર આરોપીઓએ પહેલા દલિત કિશોર સાથે દુર્વ્યવહાર કર્યો અને પછી તેને માર માર્યો હતો. જ્યારે પીડિતે વિરોધ કર્યો ત્યારે તેમાંથી એકે તેના પર દેશી બનાવટની પિસ્તોલથી ફાયરિંગ કર્યું અને ભાગી ગયો હતો. સ્થાનિક લોકો પીડિત છોકરાને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા.

આરોપી પર પહેલાથી જ હત્યાના પ્રયાસ હેઠળ કેસ દાખલ હતો

ન્યૂ આગ્રા પોલીસ સ્ટેશનના (New Agra Police Station) SHO અરવિંદ નરવાલે કહ્યું કે, કિશોરની હાલત સ્થિર છે અને અન્ય આરોપીઓની શોધ ચાલુ છે. ધરપકડ કરાયેલા આરોપી પર ગયા વર્ષે હત્યાના પ્રયાસના આરોપ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ દિવસોમાં તે જામીન પર બહાર હતો.

આ પણ વાંચો: યુક્રેનમાં ઘુસપેઠ થઇ તો તેની કિંમત ચુકવવા પુતિન તૈયાર રહે : બાઇડન

આ પણ વાંચો: Chandrashekhar contest from Gorakhpur : ચંદ્રશેખર આઝાદ ગોરખપુરથી મુખ્યપ્રધાન યોગી સામે લડશે ચૂંટણી

ABOUT THE AUTHOR

...view details