ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Love Horoscope: આજે આ રાશિના લોકોને જીવનસાથીનો સહયોગ મળવાથી મન પ્રસન્ન રહેશે

ETV BHARAT દરરોજ તમારી વિશેષ પ્રેમ કુંડળી લઈને આવે છે, જેથી તમે તમારી લવ લાઈફની યોજના બનાવી શકો અને જણાવેલી સાવચેતીઓ જાણીને સતર્ક થઈ શકો. તેથી જ મેષથી મીન સુધીની દરેક રાશિ માટે આજની પ્રેમ કુંડળી, તમારા પ્રેમ-જીવન સાથે જોડાયેલી દરેક વસ્તુને જાણો, જેથી તમે તમારો દિવસ સારો બનાવી શકો.

Etv Bharat
Etv Bharat

By

Published : Jun 16, 2023, 5:22 AM IST

અમદાવાદ : દરરોજ ETV BHARAT તમારી પ્રેમ કુંડળી જણાવે છે જેમાં લવલ લાઈફ વિશે કેટલીક ખાસ માહિતી છે તેના આધારે તમે તમારા દિવસની આયોજન બનાવી શકો છો અથવા તો તમે તેમાં દર્શાવેલ સાવચેતીમાં સાવચે તેવું લઈ શકો છો મેષ રાશિથી મીન રાશીના લોકો માટે કેવું છે આજનો પ્રેમ રાશિફળ વાંચો તમારી લવ લાઈફ સાથે જોડાયેલી મહત્વની કેટલીક વાતો.

મેષ: તમારા પરિવારના સભ્યો સાથે વાત કરતી વખતે તમારે સમાધાનકારી વર્તન અપનાવવું યોગ્ય રહેશે. વાણી પર સંયમ રાખવો નહીંતર કોઈની સાથે વાદ-વિવાદ થઈ શકે છે. સમયસર ભોજન મળવાની શક્યતા ઓછી છે. તેનાથી પારિવારિક જીવનમાં તણાવ આવી શકે છે.

વૃષભ:વિવાહિત જીવનનું શ્રેષ્ઠ સુખ મેળવી શકશો. લવ લાઈફમાં તમારા જીવનસાથીનો અભિગમ સકારાત્મક રહેશે. તમને સંબંધીઓ અથવા મિત્રો તરફથી ભેટ મળશે. ક્યાંક ફરવા જવાનો કાર્યક્રમ બની શકે છે. સ્વાદિષ્ટ ભોજન તમારો દિવસ ખુશહાલ બનાવશે.

મિથુન:પરિવાર અને પ્રિયજનો સાથે અકસ્માત થવાની સંભાવના રહેશે, તેથી તેમની સંભાળ રાખો. આજે શારીરિક અને માનસિક બીમારીની સાથે તમારો દિવસ ચિંતામાં પણ રહેશે. શારીરિક પીડા થવાની સંભાવના રહેશે, ખાસ કરીને આંખોમાં દુખાવો. આ દરમિયાન, તમારે ચેપી રોગોથી બચવાનો પણ પ્રયાસ કરવો પડશે.

કર્કઃ સંતાન અને જીવનસાથી તરફથી સુખ મળશે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. ચિંતામાંથી મુક્તિ મેળવી શકશો. મિત્રો સાથે કોઈ પ્રાકૃતિક જગ્યાએ જવાનો પ્લાન બની શકે છે. ભોજન આનંદ માટે આજનો દિવસ સારો છે. પરિવાર સાથે મનોરંજન પર ધ્યાન આપશે.

સિંહઃઆજે નવા સંબંધો બનાવવાની ઉતાવળ ન કરવી. કામના સંબંધમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લેવો. પિતા સાથે મતભેદ થશે. શુભ પ્રસંગના આયોજન માટે સમય સારો નથી. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય મધ્યમ ફળદાયી છે. કાળજી રાખજો.

કન્યા:શરીરમાં થાક, આળસ અને ચિંતાનો અનુભવ થશે. આ કારણે આજે તમને કોઈ કામ કરવાનું મન નહીં થાય. સંતાનો સાથે મતભેદ કે અણબનાવ થશે. તેના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. ભાઈ-બહેનો તરફથી લાભ થવાની સંભાવના રહેશે.

તુલા:જીવનસાથી સાથે સમય સારો રહેશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. જ્યોતિષ અને ધાર્મિક કાર્ય તમને આકર્ષિત કરશે. આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે સમય સારો છે. ઊંડા ચિંતન અને ધ્યાનથી તમે મનની શાંતિ પ્રાપ્ત કરી શકશો.

વૃશ્ચિક:પ્રિયજન સાથે મુલાકાત થશે. મન પ્રસન્ન રહેશે. તમને વૈવાહિક સુખનો સંપૂર્ણ આનંદ મળશે. મિત્રો સાથે પ્રવાસ, મોજ-મસ્તી, મનોરંજન, પર્યટન અને ખાણી-પીણી વગેરેથી તમને ખૂબ આનંદ થશે. માન-સન્માનમાં વધારો થશે.

ધનુ:આજનો દિવસ આનંદથી ભરેલો રહેશે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે, જેના કારણે તમારું મન પ્રફુલ્લિત રહેશે. તમારું શારીરિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે. ગૃહસ્થ જીવન સુખ-શાંતિ સાથે પસાર થશે. જૂના કે બાળપણના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે.

મકરઃ જીવનસાથીનો સહયોગ મળવાથી મન પ્રસન્ન રહેશે. તમને માનસિક ડર અને મૂંઝવણ રહેશે. આ કારણે તમે યોગ્ય નિર્ણય લઈ શકશો નહીં. સંતાન માટે ચિંતા થઈ શકે છે. પેટ સંબંધિત સમસ્યાઓ રહેશે. સ્થળાંતર માટે આજનો દિવસ અનુકૂળ નથી.

કુંભ:તમે ખૂબ જ લાગણીશીલ રહેશો. કોઈ વાતનો ડર રહેશે. માતા તરફથી તમને લાભ થશે. તમારો સ્વભાવ વધુ કઠોર હોઈ શકે છે. જાહેરમાં બદનામીથી બચવા માટે તમારે સાવધાન રહેવું પડશે.

મીનઃજીવનસાથી સાથેના સંબંધો ગાઢ બનશે. મિત્રો સાથે ફરવા જઈ શકો છો. વિરોધીઓ પર જીત મેળવી શકશો. કલાકારો પોતાનું કૌશલ્ય સારી રીતે રજૂ કરી શકશે. લોકો તેની કલાની પ્રશંસા કરશે.

ABOUT THE AUTHOR

...view details