- P-305 ઘટના મામલે કેપ્ટન રાકેશ બલ્લવ સામે નોંધાયો કેસ
- બાર્જ 'P-305' સોમવારે રાત્રે અરબ સમુદ્રમાં ડૂબી ગયું હતું
- P-305 પર 261 લોકો હાજર હતા, જેમાંથી 186 લોકોનો બચાવ
મુંબઇ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ ચક્રવાતી તૌકતે દરમિયાન મુંબઇના તટીય વિસ્તારમાં બાર્જના ડૂબવાના કારણે સર્જાયેલા અકસ્માત સંદર્ભે ONGC અધિકારીઓ વિરુદ્ધ બિન-હેતુપૂર્વકની હત્યાનો કેસ નોંધવાની માગ કરી હતી. જેમાં મુંબઈમાં ચક્રવાત દરમિયાન અરબી સમુદ્રમાં બાર્જ પી -305 ડૂબી જવાના મામલે કેપ્ટન રાકેશ બલ્લવ સામે કેસ નોંધવામાં આવ્યો છે.
બાર્જ ડૂબતા પહેલા ચક્રવાતમાં ફસાઈ ગયું હતું
બાર્જ 'P-305' સોમવારે રાત્રે અરબ સમુદ્રમાં ડૂબી ગયું હતું. તે સરકારી તેલ અને ગેસ કંપની ONGC સાથે સંબંધિત છે. બાર્જ ડૂબતા પહેલા ચક્રવાતમાં ફસાઈ ગયું હતું.
આ પણ વાંચો: નેવીએ તોફાનમાં ફસાયેલા બાર્જ P 305 પર સવાર 184 લોકોને બચાવ્યા
ONGC પર ચક્રવાત સંબંધિત ચેતવણીઓને અવગણવાનો આરોપ
NCPના પ્રવક્તા અને મહારાષ્ટ્ર લઘુમતી બાબતોના પ્રધાન નવાબ મલિકે ગુરુવારે એક નિવેદનમાં, ONGC પર ચક્રવાત સંબંધિત ચેતવણીઓને અવગણવાનો અને 700 જેટલા કર્મીઓના જીવને જોખમમાં મૂકવાનો આરોપ લગાવ્યો હતો.
વિરૂદ્ધ બિન-હેતુપૂર્વકની હત્યાનો કેસ દાખલ કરવો જોઈએ