ગુજરાત

gujarat

ETV Bharat / bharat

cryptocurrency prices jump : ક્રિપ્ટોકરન્સીના ભાવમાં 20 ટકાનો ઉછાળો, જાણો બિટકોઈનની સ્થિતિ - મીમ કોઈન શિબા ઈનુ

મંગળવારે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં તેજીનું(Cryptocurrency market boom) વાતાવરણ જોવા મળ્યું હતું. જેમાં બિટકોઈનની કિંમતમાં(value of Bitcoin) વધારો જોવા મળી રહ્યો છે. ટ્રેડિંગ દરમિયાન બિટકોઇન 40,000 ડોલરનું સ્તર વટાવી ગયું હતું.

cryptocurrency prices jump
cryptocurrency prices jump

By

Published : Apr 13, 2022, 9:55 AM IST

Updated : Apr 13, 2022, 10:05 AM IST

મુંબઈ :મંગળવારે વૈશ્વિક બજારમાં ક્રિપ્ટોકરન્સીના ભાવમાં વધારો(Rise in price of cryptocurrency) થયો હતો. તે જ સમયે, સૌથી વધુ લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી બિટકોઈનની કિંમત(value of Bitcoin) દિવસના ટ્રેડિંગ દરમિયાન 40,000 ડોલરને વટાવી ગઈ હતી. મીમ કોઈન શિબા ઈનુમાં(mime coin shiba inu) 20 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો હતો. જોકે, થોડા સમય પછી બિટકોઈનની કિંમતમાં ઘટાડો થવા લાગ્યો અને 2.1 ટકા ઘટીને 40,048 ડોલર પર અટકી ગયો.

આ પણ વાંચો - Cryptocurrency Price : ક્રિપ્ટોકરન્સીના ભાવ ઘટ્યા, રોકાણની સારી તક!

ક્રિપ્ટોકરન્સીના ભાવમાં 20 ટકાનો ઉછાળો - અમેરિકન ફાઇનાન્શિયલ કંપની રોબિનહુડે મંગળવારે તેના પ્લેટફોર્મ પર સોલાનાનો કોઇન SOL, પોલીગનનો મેટિક અને કમ્પાઉન્ડનો સિક્કો COMP(Polygon’s Matic and Compound’s COMP)ને પ્લેફોર્મ પર લિસ્ટ કરવામાં આવ્યો હતો. આ પછી મંગળવારે આ તમામની કિંમતોમાં વધારો જોવા મળ્યો હતો. SHIB INU માં મહત્તમ પ્રવેગ જોવા મળ્યો હતો. તે 19 ટકાના ઉછાળા સાથે રૂપિયા 0.0021ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ઉપરાંત, Ethereum (ETH) 1.20 ટકાના ઉછાળા સાથે 3,045 ડોલરના ભાવે ટ્રેડ થઈ રહ્યું હતું. Binance નો સિક્કો BNB 3.46 ટકાના ઉછાળા સાથે રૂપિયા 414.62 પર ટ્રેડ કરી રહ્યો હતો.

આ પણ વાંચો - Share Market India: શેરબજારનો આજનો દિવસ રહ્યો 'અમંગળ', સેન્સેક્સ 388 નિફ્ટી 144 પોઈન્ટ તૂટ્યો

બિટકોઈનની સ્થિતિ - સોલાનાનો સિક્કો SOL 2.79 ટકાના ઉછાળા સાથે રૂપિયા 105.42 પર ટ્રેડ કરી રહ્યો હતો. ડોજકોઈન 0.51 ટકા ઘટીને 0.1394 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. બિટકોઈન સોમવારે ત્રણ અઠવાડિયાથી વધુમાં પ્રથમ વખત 40,000 ડોલરથી નીચે આવી ગયું હતું. ઈથર પણ નજીવો નીચો હતો અને છેલ્લે 3,000 ડોલરની ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો.

Last Updated : Apr 13, 2022, 10:05 AM IST

ABOUT THE AUTHOR

...view details