- બે વર્ષ સુધી બંને પાકિસ્તાની દુલ્હને ઘરે બેસી રહેવું પડ્યું
- બાલાકોટ એરસ્ટ્રાઈક પછી બંને દેશ વચ્ચે બગડ્યા હતા સંબંધ
- મહિલાઓએ વાઘા-અટારી બોર્ડર પરથી ભારતમાં પ્રવેશ કર્યો
બાડમેરઃ જૈસલમેર અને બાડમેરના બે વરરાજાઓએ પોતાની પત્ની માટે બે વર્ષ રાહ જોઈ. આવું કેમ થયું તો જાણીએ આ અહેવાલમાં. આ બંને યુવકોના લગ્ન પાકિસ્તાનના સિંધમાં જાન્યુઆરી 2019માં લગ્ન થયા હતા, પરંતુ એક મહિના પછી પુલવામાં હુમલો થતા બંને દેશ વચ્ચે તણાવ વધી ગયો હતો. તેવામાં બંને યુવકની પત્નીઓને વીઝા નહતા મળી શક્યા. એટલે તેમણે લગ્ન થયા છતાં બે વર્ષ પાકિસ્તાનમાં ઘરે જ બેસી રહેવું પડ્યું હતું. રાજસ્થાનના બે વરરાજાઓએ પત્નીઓ વગર જ જાન પાછી લઈ જવી પડી હતી, પરંતુ બંને યુવકની પત્નીઓએ બે વર્ષ સુધી રાહ જોઈએ. હવે આ મહિલાઓ વાઘા-અટારી બોર્ડરથી ભારત પહોંચી હતી.
આ પણ વાંચોઃભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ એ તમામના હિતમાંઃ ફારૂખ અબ્દુલ્લા
બંને યુવકો પત્ની સાથે ભારત આવવા માગતા હતા પણ શક્ય ન બન્યું
જોકે, જૈસલમેર જિલ્લાના બઈયા ગામના નેપાલસિંહનો સંબંધ પાકિસ્તાનના સિંધ પ્રાન્ત સાથે છે. થાર એક્સપ્રેસથી જાન લઈને પાકિસ્તાન ગયા. નેપાલ સિંહના લગ્ન 26 જાન્યુઆરી 2019એ થયા હતા. આવી જ રીતે બાડમેર જિલ્લાના ગિરાબ ક્ષેત્રના મહેન્દ્રસિંહના લગ્ન એપ્રિલ 2019માં થયા હતા. તેઓ પણ જાન લઈને પાકિસ્તાન ગયા હતા. 16 એપ્રિલે તેમના લગ્ન હતા. બંને યુવકો પોતાની પત્નીઓ સાથે આવવા માગતા હતા, પરંતુ 14 ફેબ્રુઆરી 2019ના પુલવામા હુમલો થયો. ત્યારબાદ ભારતે બદલો લેવા માટે પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.
આ પણ વાંચોઃરાહુલ ગાંધીને ફરી કોંગ્રેસના અધ્યક્ષ બનાવવા યુથ કોંગ્રેસે ઠરાવ પસાર કર્યો
યુવકો સ્થિતિ સામાન્ય થવા સુધી 4 મહિના પાકિસ્તાનમાં રોકાયા હતા
બંને દેશના સંબંધ બગડતા બંને દેશ વચ્ચે ચાલતી થાર એક્સપ્રેસ ટ્રેન રોકી દેવાઈ હતી. જ્યારે આ યુવકો પણ સ્થિતિ સામાન્ય થવાની રાહમાં 3થી 4 મહિના પાકિસ્તાનમાં જ રોકાયા. જેથી પત્નીઓ સાથે ભારત આવવા મળે, પરંતુ તેમને વીઝા ન મળતા યુવકો પત્ની વગર ભારત આવ્યા હતા. આખરે 2 વર્ષ પછી બંનેની પત્ની પાકિસ્તાનથી ભારત આવી હતી.