- મોદી કેબિનેટમાં (Modi Cabinet) 90 ટકા પ્રધાન કરોડપતિ
- મોદી સરકારના 33 પ્રધાન સામે ગુનાહિત કેસ દાખલ
- ADRના રિપોર્ટમાં સમગ્ર માહિતી આવી સામે
નવી દિલ્હીઃ હાલમાં જ બુધવારે કેન્દ્રની મોદી સરકાર (Modi government at the center)માં ધરખમ ફેરફાર કરાયો હતો. બુધવારે 15 જેટલા નવા કેબિનેટ પ્રધાનો અને 28 રાજ્ય પ્રધાનોએ શપથ લીધા હતા. ત્યારબાદ પ્રધાન પરિષદના કુલ સભ્યોની સંખ્યા 78 થઈ છે. ત્યારે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ ચૂંટણી એફિડેવિટનો હવાલો આપતા જણાવ્યું હતું કે, મોદી સરકારના પ્રધાન પરિષદના 78 પ્રધાનોમાંથી 42 ટકા પ્રધાન સામે ગુનાહિત કેસ દાખલ છે, જેમાંથી ચાર પર તો હત્યાના પ્રયાસનો પણ કેસ દાખલ છે.
આ પણ વાંચો-Expansion of Modi cabinet: ગુજરાતની ચૂંટણીમાં ફાયદો કરાવશે, વિપક્ષોનો આક્ષેપ કે હેડલાઈનમાં રહેવા માટેનું વિસ્તરણ છે
નિશિથ પ્રમાણિક સામે હત્યાનો ગુનો દાખલ છે
લગભગ 24 કે 31 ટકા પ્રધાનો સામે હત્યા, હત્યાના પ્રયાસ, ચોરી સહિતના ગંભીર ગુનાઓ નોંધાયા છે. ગૃહ રાજ્યપ્રધાન બનેલા કૂચ બેહાર ચૂંટણી ક્ષેત્રના નિશિત પ્રમાણિકે તેની સામે હત્યાનો ગુનો નોંધાયો હોવાની જાહેરાત કરી છે. તે 35 વર્ષીય પ્રધાન પરિષદના સૌથી યુવા ચહેરો છે.
આ પણ વાંચો-PM Modi Cabinet 2.0: નવા પ્રધાનોએ ચાર્જ લીધો, માંડવીયા અને જરદોશે પણ સંભાળી ગાદી
ચાર પ્રધાન પાસે 50 કરોડથી વધુની મિલકત
ચારેય પ્રધાનોએ હત્યાના પ્રયાસ સાથે જોડાયેલા મામલાની જાહેરાત કરી છે. આ પ્રધાનમાં જોન બારલા, પ્રમાણિક, પંકજ ચૌધરી અને વી. મુરલીધરન. જે પ્રધાનોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેમાંથી 70 (90 ટકા) કરોડપતિ છે અને પ્રતિ પ્રધાન સંપત્તિ 16.24 કરોડ રૂપિયા છે. ચાર પ્રધાનોએ 50 કરોડ રૂપિયાથી વધુની મિલકત હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ પ્રધાનોમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, પીયૂષ ગોયલ, નારાયણ તાતુ રાણે અને રાજીવ ચંદ્રશેખર સામેલ છે.