નાલંદા: બિહારના નાલંદા જિલ્લામાં ગટરના વિવાદમાં નવ વર્ષના વિદ્યાર્થીની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યાનો આરોપી શિક્ષક છે. તે મૃતકનો પાડોશી છે. ઘટના સિલાવ પોલીસ સ્ટેશન વિસ્તારના કડા બજારના હૈદરગંજ વિસ્તારની છે. મૃતકનું નામ મોહમ્મદ શફીક છે. બુધવારે સવારે તે ઘરની બહાર રમવા માટે નીકળ્યો હતો, ત્યારે પડોશમાં રહેતા શિક્ષકે તેના પર છરી વડે અનેક વાર કર્યા હતા. લોકોએ આરોપી શિક્ષકને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.
ગ્રામજનોએ પીછો કરીને આરોપીને પકડ્યો:બાળક પર હુમલો કર્યા બાદ આરોપી શિક્ષક ભાગવા લાગ્યો હતો. જે બાદ ગામના અન્ય લોકોએ આરોપી શિક્ષકનો પીછો કરીને તેને પકડી લીધો હતો. તેને જોરદાર માર માર્યો. ત્યારબાદ ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. સિલાવ પોલીસ સ્ટેશનના ચોકીદાર મહેશ પાસવાને જણાવ્યું કે, માહિતી મળ્યા બાદ પોલીસ પહોંચી, મૃતદેહને કબજામાં લઈને તેને પોસ્ટમોર્ટમ માટે બિહાર શરીફ સદર હોસ્પિટલમાં મોકલી આપ્યો.