મહારાજગંજઃ ઉત્તર પ્રદેશમાં વધુ એક એસિડ એટેકની ઘટના સામે આવી છે. મહારાજગંજમાં બજારથી યુવતિ ઘરે પરત ફરી રહી હતી ત્યારે એક બાઈક સવારે તેની પાસે આવીને એસિડ ફેંક્યો હતો. એસિડ એટેક બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. ખબર મળતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ઘાયલ યુવતિને બી.આર.ડી. મેડિકલ કોલેજમાં સારવાર અર્થે દાખલ કરી છે. યુવતિની સ્થિતિ ગંભીર છે.
મહારાજાગંજમાં ઘરે જઈ રહેલી યુવતિ પર થયો એસિડ એટેક - યુવક ફરાર
ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં યુવતિ પર એસિડ એટેક કરવામાં આવ્યો છે. જેમાં બજારથી ઘરે પરત ફરી રહેલ યુવતિ પર બાઈક સવારે એસિડ ફેંક્યો હતો. પોલીસે ફરાર આરોપીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Published : Nov 17, 2023, 10:39 AM IST
ભિટૌલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગ્રામીણ યુવતિ પોતાની માતા સાથે બજારથી પરત ફરી રહી હતી. આ દરમિયાન હેલમેટ પહેલો એક યુવાન બાઈક લઈને ઊભો હતો. જેવી યુવતિ નજીક આવી કે યુવકે અચાનક તેના પર એસિડ એટેક કરી દીધો. ત્યારબાદ તે ઘટના સ્થળેથી બાઈક લઈને ફરાર થઈ ગયો હતો...ડૉ. કૌસ્તુભ(એસપી, મહારાજગંજ)
પોલીસની કાર્યવાહીઃ આ યુવતિના થોડા સમય બાદ લગ્ન થવાના છે. આખો પરિવાર અને સગા સંબંધીઓ લગ્નની તૈયારીમાં લાગ્યા હતા. ત્યારે આ એસિડ એટેકની ઘટના ઘટી હતી. પરિવારજનોએ આરોપીને સત્વરે ઝડપી લેવાની ઉગ્ર માંગ કરી છે. ભિટૌલી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે આરોપીને પકડવા માટે ટીમ બનાવી છે. દરેક મોટા માર્ગો પર નાકાબંધી કરવામાં આવી છે. પોલીસ બાતમીદારોની પણ મદદ લઈ રહી છે.