મુંબઈઃ આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વર્લ્ડ કપની 20મી મેચ રમાવાની છે. જેમાં ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે જબરદસ્ત મુકાબલો થવાનો છે. આ બંને ટીમો તાજેતરમાં પોતાનાથી નબળી ટીમો સામે હારી ચૂકી છે. જેથી પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવા બંને ટીમો મરણીયા પ્રયાસો કરશે. 15મી ઓક્ટોબરે ઈંગ્લેન્ડ દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે હારી ગયું જ્યારે સાઉથ આફ્રિકા 17મી ઓક્ટોબરે ધર્મશાળામાં નેધરલેન્ડ સામે હારી ગયું હતું.
ICC World Cup 2023: ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો - અફઘાનિસ્તાન
આઈસીસી વર્લ્ડ કપ 2023ની 20મી મેચ આજે શનિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચમાં ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા એકબીજા સાથે ટકરાશે.
આજે ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ
Published : Oct 21, 2023, 1:51 PM IST
આજે પોઈન્ટ માટે બંને ટીમોએ શ્રેષ્ઠ પ્રદર્શન કરવું જ રહ્યું. પોઈન્ટવાઈઝ જોઈએ તો સાઉથ આફ્રિકા ત્રીજા ક્રમે છે જ્યારે ઈંગ્લેન્ડ છઠ્ઠા નંબરે છે. વન ડે ફોર્મેટમાં બંને ટીમો અત્યાર સુધી કુલ 69 વખત ટકરાઈ ચૂકી છે. જેમાંથી ઈંગ્લેન્ડે 30 અને સાઉથ આફ્રિકાએ 33 મેચો જીતી છે. જ્યારે 3 મેચો રદ થઈ ગઈ હતી. આજે બંને ટીમો પોતાની તાજેતરની હારથી ખરડાયેલી ઈમેજ સુધારવા એકબીજાનો જબરદસ્ત મુકાબલો કરશે.