ચેન્નાઈઃ શનિવારે ઓસ્ટ્રેલિય કેપ્ટન પેટ કમિન્સે જણાવ્યું છે કે રવિવારે ભારત વિરુદ્ધ તેઓ વર્લ્ડ કપની મેચ રમશે તેમાં અગાઉ ભારતીય સ્પિનરો અને ભારતના મેદાનો પર રમેલી મેચનો અનુભવ કામે લાગશે. ભારતે તાજેતરમાં જ વન ડે ક્રિકેટ શ્રેણી ઓસ્ટ્રેલિયા સાથે રમી હતી. આ રમતનો અનુભવ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને વર્લ્ડ કપની મહત્વની મેચ રમાવામાં કામે લાગવાનું પેટ કમિન્સ જણાવી રહ્યા છે.
ભારતના પ્લસ પોઈન્ટઃ ભારત પાસે ઘર આંગણે રમત રમવાનો મોકો છે તેમાં પણ બોલિંગ લાઈન અપ ઘણું સારુ છે. તેથી તે અમારા માટે પડકારજનક રહેશે. તેથી અમારા બેટ્સમેનો ખાસ સ્ટ્રેટેજી અંતર્ગત રમશે. અમે કેટલીકવાર ભારતીય બોલરો સામે સફળ રહ્યા છીએ. શનિવારે ચેન્નાઈમાં થયેલી પ્રી મેચ પ્રેસ કોન્ફરન્સમાં પેટ કમિન્સે આવું નિવેદન આપ્યું છે.
ઓસ્ટ્રેલિયન પ્લેયર્સનો અનુભવઃ આઈપીએલમાં ભારતીય પિચો પર ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને રમવાનો પુષ્કળ અનુભવ છે. વર્લ્ડ કપમાં આ અનુભવથી ઘણી મદદ મળશે. ચેન્નાઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમવા વિશે કમિન્સ જણાવે છે કે અમે જ્યારે ભારતની ટૂર કરીએ છીએ ત્યારે કેટલાક ખેલાડીઓને ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતી વખતે આ મેદાનમાં રમવાનો મોકો મળ્યો છે.
ગ્લેન મેક્સવેલ પર પૂરો ભરોસોઃ રાજકોટમાં રમાયેલી વન ડે ક્રિકેટમાં ઓલ રાઉન્ડર ગ્લેન મેક્સવેલે 40 રન આપી 4 વિકેટ ઝડપીને ભારતને હરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આવતીકાલની મેચમાં પણ મેક્સવેલ બોલિંગ અને બેટિંગ શ્રેષ્ઠ કરશે તેવી કમિન્સને આશા છે. 2015ના વર્લ્ડ કપમાં મેક્સને આપણે ફ્રન્ટલાઈન સ્પિનર તરીકે જોયો છે. તેણે રાજકોટમાં ભારત સામે ઘણું સારુ પ્રદર્શન કર્યુ હતું. જો અમને 20 ઓવર સ્પિનની જરૂર પડે તો પણ તે નાંખી શકે તેમ છે. તે બોલિંગની સાથે બેટિંગમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે. મેક્સિ આ વર્લ્ડ કપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશે તેમાં કોઈ બેમત નથી.
- World Cup Match Ahmedabad: 5મીએ અમદાવાદમાં મેચ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમને જોડતા રસ્તાઓ ડાયવર્ટ, વૈકલ્પિક રસ્તાઓ જાહેર
- New Zealand and England Match : વડોદરાના યુવાનોએ વેસ્ટ ઇન્ડિઝ ટીમને યાદ કરી, નોકરીમાં બહાનું કરીને આવ્યા મેચ જોવા