લખનઉઃ વર્લ્ડકપ 2023ની 29મી મેચ આજે લખનઉમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે. આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ એકમાત્ર અજેય ટીમ છે. જેણે આ વર્લ્ડ કપમાં પોતાની તમામ મેચ જીતી છે. વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શનથી ઝઝૂમી રહેલી ઈંગ્લેન્ડની ટીમ અત્યાર સુધી માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહી છે. ભારતીય ટીમ રવિવારે મેદાનમાં ઉતરશે ત્યારે તેનો ઇરાદો તેના અજેય રથને જાળવી રાખવાનો રહેશે.
બન્ને ટીમનું સરવૈયું : જોકે ભારતીય ટીમે ઈંગ્લેન્ડથી સાવધ રહેવું પડશે. કારણ કે ઈંગ્લેન્ડની ટીમ પરથી સેમીફાઈનલમાં જવાનું દબાણ દૂર થઈ ગયું છે અને તે આ વર્લ્ડ કપની સેમિફાઇનલની રેસમાંથી સંપૂર્ણપણે બહાર છે. તેથી, ઇંગ્લેન્ડ સંપૂર્ણપણે અલગ શૈલીમાં રમી શકે છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈન પહેલા જ કહી ચુક્યા છે કે ઈંગ્લેન્ડે હવે ભારતનો પક્ષ બગાડવો પડશે. ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાયેલી મેચની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 106 મેચ રમાઈ છે. જેમાં ભારતે 57 અને ઈંગ્લેન્ડે 44માં જીત મેળવી છે. જેમાં 3 મેચનું પરિણામ આવ્યું ન હતું અને 2 મેચ ટાઈ રહી હતી.
પિચ રિપોર્ટ : જે પિચ પર રવિવારે ભારત અને ઈંગ્લેન્ડની મેચ રમાશે. તે પીચ પર આછું ઘાસ છે. તેથી આશા છે કે આજની મેચમાં ફાસ્ટ બોલરોને મદદ મળી શકે છે. આ વર્લ્ડ કપમાં એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધી ત્રણ મેચ રમાઈ છે. જેમાં સ્પિનરોએ 4.79ની ઈકોનોમી સાથે રન આપ્યા છે. જ્યારે, સીમરોએ 5.63 ની ઇકોનોમોથી આપ્યા છે.