ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Corona Update: 24 ક્લાકમાં 94,052 નવા કેસ, 6,148 મોત - કોરોના અપડેટ

ભારતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ધીમે-ધીમે ઘટતો જાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે, મોટાભાગના રાજ્યોમાં લોકડાઉન અને કરફ્યૂના કારણે કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે. કોરોનાના સંક્રમણના કારણે થતી દૈનિક મોતની સંખ્યા પણ ત્રણ હજારથી ઓછી થઈ ગઈ છે.

Corona Update: 24 ક્લાકમાં 94,052 નવા કેસ, 6,148 મોત
Corona Update: 24 ક્લાકમાં 94,052 નવા કેસ, 6,148 મોત

By

Published : Jun 10, 2021, 10:19 AM IST

  • સંક્રમણની આ બીજી લહેરની અસર ધીમે-ધીમે ઓછી થઈ રહી છે
  • નવા કેસોમાં મોટો ઘટાડો થયો છે
  • દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 11,67,952 છે

નવી દિલ્હી: વિશ્વના ઘણા અન્ય દેશોની જેમ, કોરોનાની બીજી લહેરે ભારત પર કહેર વર્તાવ્યો છે, પરંતુ હવે સારા સમાચાર એ છે કે, સંક્રમણની આ બીજી લહેરની અસર ધીમે-ધીમે ઓછી થઈ રહી છે. આ સાથે નવા કેસોમાં મોટો ઘટાડો થયો છે.

આ પણ વાંચોઃCorona Update:24 ક્લાકમાં 92,596 નવા કેસ, 2219 મોત

પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2,91,83,121 થઇ

ભારતમાં કોરોનાના 94,052 નવા કેસ આવ્યા પછી, પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2,91,83,121 થઇ છે. 6,148 નવા મૃત્યુ પછી, મૃત્યુઆંકની કુલ સંખ્યા 3,59,676 થઈ ગઈ છે. 1,51,367 નવા ડિસ્ચાર્જ પછી કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,76,55,493 થઇ છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 11,67,952 છે.

આ પણ વાંચોઃGujarat Corona Update : છેલ્લા 24 કલાકમાં 644 પોઝિટિવ કેસ, 10 દર્દીના થયા મૃત્યુ

દેશમાં કોરોના વાયરસની 33,79,261 રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં, દેશમાં કોરોના વાયરસની 33,79,261 રસી આપવામાં આવી હતી, જે પછી કુલ રસીકરણનો આંકડો 24,27,26,693 થયો છે. ગઈકાલે બુધવારે ભારતમાં કોરોના વાયરસ માટે 20,04,690 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા હતા, ગઈકાલ બુધવાર સુધીમાં કુલ 37,21,98,253 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details