ગુજરાત

gujarat

Corona Update: દેશમાં કોવિડ-19ના 41,195 નવા કેસ, 490 લોકોની મોત

By

Published : Aug 12, 2021, 12:07 PM IST

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા ગુરુવારે સવારે 8 વાગ્યે બહાર પાડવામાં આવેલા અપડેટ કરેલા આંકડા મુજબ, મૃત્યુની સંખ્યા વધીને 4,29,669 થઈ ગઈ છે અને વધુ 490 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા સંક્રમણના કુલ કેસના 1.21 ટકા છે, જ્યારે કોવિડ -19માંથી સાજા થવાનો દર 97.45 ટકા છે.

Corona Update
Corona Update

  • સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 3,87,987 થઈ ગઈ છે
  • કોરોના વાયરસ સંક્રમણના કુલ કેસ વધીને 3,20,77,706 થઈ ગયા છે
  • સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા સંક્રમણના કુલ કેસના 1.21 ટકા છે

નવી દિલ્હી: ભારતમાં એક દિવસમાં કોવિડ -19ના 41,195 નવા કેસ આવવાથી કોરોના વાયરસ સંક્રમણના કુલ કેસ વધીને 3,20,77,706 થઈ ગયા છે, જ્યારે સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 3,87,987 થઈ ગઈ છે.

આ પણ વાંચો- રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના ફક્ત 16 કેસ નોંધાયા, 4 કોર્પોરેશન અને 2 જિલ્લામાં કેસ, મૃત્યુ એકપણ નહીં

કોવિડ -19માંથી સ્વસ્થ થવાનો રેટ 97.45 ટકા છે

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા ગુરુવારે સવારે 8 વાગ્યે બહાર પાડવામાં આવેલા અપડેટ કરેલા આંકડા મુજબ, વધુ 490 લોકોએ પોતાનો જીવ ગુમાવવાથી મૃત્યુની સંખ્યા વધીને 4,29,669 થઈ ગઈ છે. સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા સંક્રમણના કુલ કેસના 1.21 ટકા છે, જ્યારે કોવિડ -19માંથી સ્વસ્થ થવાનો રેટ 97.45 ટકા છે.

છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યામાં 1,636નો વધારો થયો

મંત્રાલયે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં કોવિડ -19ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યામાં 1,636નો વધારો થયો છે. બુધવારે, કોવિડ -19 માટે 21,24,953 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સાથે, આ રોગની તપાસ માટે અત્યાર સુધી પરીક્ષણ કરાયેલા નમૂનાઓની સંખ્યા વધીને 48,73,70,196 થઈ ગઈ છે.

આ પણ વાંચો- India Corona: ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 38,353 કેસ નોંધયા

દેશમાં ગયા વર્ષે 7 ઓગસ્ટે સંક્રમિતોની સંખ્યા 20 લાખ હતી

દેશમાં ગયા વર્ષે 7 ઓગસ્ટે સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધુ થઈ ગઈ હતી. તે જ સમયે, સંક્રમણના કુલ કેસો 16મી સપ્ટેમ્બરે 50 લાખ, 28મી સપ્ટેમ્બરે 60 લાખ, 11મી ઓક્ટોબરે 70લાખ, 29મી ઓક્ટોબરે 80 લાખ અને 20 નવેમ્બરે 90 લાખને વટાવી ગયા છે. દેશમાં 19 ડિસેમ્બરે આ કેસો એક કરોડથી વધુ, 4 મેના રોજ બે કરોડ અને 23 જૂને આ કેસો ત્રણ કરોડને વટાવી ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details