ગુજરાત

gujarat

ETV Bharat / bharat

COVID-19: ભારતમાં Corona Vaccinationનો આંકડો 92 કરોડને પાર, છેલ્લા 203 દિવસમાં સૌથી ઓછા એક્ટિવ કેસ - ભારતમાં કોરોના વેક્સિનેશન

ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. તો બીજી તરફ કોરોના વેક્સિનેશન (Corona vaccination) પણ પૂરઝડપમાં ચાલી રહ્યું છે. ત્યારે ભારતમાં કોરોના વેક્સિનેશનનો (Corona vaccination) આંકડો 92 કરોડને પાર પહોંચી ચૂક્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 59.48 લાખ લોકોનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું હતું.

COVID-19: ભારતમાં Corona Vaccinationનો આંકડો 92 કરોડને પાર, છેલ્લા 203 દિવસમાં સૌથી ઓછા એક્ટિવ કેસ
COVID-19: ભારતમાં Corona Vaccinationનો આંકડો 92 કરોડને પાર, છેલ્લા 203 દિવસમાં સૌથી ઓછા એક્ટિવ કેસ

By

Published : Oct 6, 2021, 10:48 AM IST

  • ભારતમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે કોરોના વેક્સિનેશન (Corona vaccination)
  • ભારતમાં કોરોના વેક્સિનેશનનો (Corona vaccination) આંકડો 92 કરોડને પાર પહોંચ્યો
  • છેલ્લા 24 કલાકમાં દેશમાં 59.48 લાખ લોકોનું કોરોના વેક્સિનેશન (Corona vaccination) થયું

હૈદરાબાદઃ ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. તો બીજી તરફ કોરોના વેક્સિનેશન (Corona Vaccination) પણ પૂરઝડપમાં ચાલી રહ્યું છે. ત્યારે ભારતમાં કોરોના વેક્સિનેશનનો (Corona Vaccination) આંકડો 92 કરોડ (92,17,65,405)ને પાર પહોંચી ચૂક્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 59.48 લાખ લોકોનું કોરોના વેક્સિનેશન (Corona Vaccination) કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો-કેસમાં વધારો: રાજ્યમાં 24 કલાકમાં 23 પોઝિટિવ કેસ નોંધાયા, એક મૃત્યુ

છેલ્લા 24 કલાકમાં દેશમાં 278 મોત થયા

જોકે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના કારણે 278 લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાના કારણે 4,49,538 લોકોના મોત થઈ ચૂક્યા છે. તો દેશમાં છેલ્લા 24 કલાકમાં 24,770 દર્દી સાજા થતા અત્યાર સુધી કુલ 3,31,75,656 દર્દી સાજા થઈ ચૂક્યા છે. તો અત્યાર દેશમાં કોરોનાથી સાજા થવાનો દર 97.94 ટકા છે.

આ પણ વાંચો-રાજકોટમાં નવરાત્રિના 2 દિવસ પહેલા 2 અલગ અલગ વિસ્તારમાં કોરોનાના 2 કેસ નોંધાતા ગરબાનું આયોજન હવે નહીં થાય

દેશમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ 0.73 ટકા છે

ICMRના જણાવ્યા મુજબ, 5 ઓક્ટોબરે 14,09,825 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ સાથે જ અત્યાર સુધી કુલ 57.68 કરોડ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી ચૂક્યો છે. તો હવે દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 0.73 ટકા છે. જ્યારે કોરોનાથી મૃત્યુ દર 1.33 ટકા છે.

ABOUT THE AUTHOR

...view details