- સંશોધનકારો અને વૈજ્ઞાનિકોએ નવ અભ્યાસ અને ડેટા પ્રકાશિત કર્યા
- પાંચ જર્નલમાં કોવેક્સિનની સલામતી અને અસરકારકતા અંગે નવ સંશોધન અભ્યાસ પ્રકાશિત કરી ચૂક્યા
- ભારત બાયોટેકના સહ-સ્થાપક અને સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર સુચિત્રા ઇલાએ ટ્વીટ કર્યું
નવી દિલ્હી: ભારત બાયોટેક(BHARAT BIOTECH)ના સહ-સ્થાપક અને સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર સુચિત્રા ઇલાએ ટ્વીટ કર્યું કે, કોવેક્સિનનું વૈજ્ઞાનિક ધોરણ અને પ્રતિબદ્ધતા પારદર્શક છે. શૈક્ષણિક જર્નલ, અગ્રણી સમીક્ષાકારો, એનઆઈવી-આઇસીએમઆર-બીબી સંશોધનકારો અને વૈજ્ઞાનિકોએ નવ અભ્યાસ અને ડેટા પ્રકાશિત કર્યા છે.
આ પણ વાંચોઃકોવિશિલ્ડ અને કોવેક્સિન રસી કોરોના સામે સલામત અને અસરકારક: સર્વે
તબક્કો IIIના આંશિક ડેટાની સંપૂર્ણ સમીક્ષા કરી
ભારત બાયોટેકે(BHARAT BIOTECH) એક નિવેદનમાં જણાવ્યું છે કે, ભારતના નિયમનકારોએ તબક્કો I અને II માં કોવેક્સિનની રસી પરીક્ષણોના સંપૂર્ણ ડેટા અને તબક્કો IIIના આંશિક ડેટાની સંપૂર્ણ સમીક્ષા કરી છે. નિવેદનમાં જણાવાયું છે કે, કંપની છેલ્લાં 12 મહિનામાં વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત સર્વશ્રેષ્ઠ સમીક્ષા કરેલા પાંચ જર્નલમાં કોવેક્સિનની સલામતી અને અસરકારકતા અંગે નવ સંશોધન અભ્યાસ પ્રકાશિત કરી ચૂકી છે.
કોવેક્સિન એકમાત્ર સંપૂર્ણ રીતે નિષ્ક્રિય કોરોના વાયરસ આધારિત રસી અને ઉત્પાદન છે
કંપનીએ કહ્યું કે, કોવેક્સિન એકમાત્ર સંપૂર્ણ રીતે નિષ્ક્રિય કોરોના વાયરસ આધારિત રસી અને ઉત્પાદન છે, જેણે ભારતમાં માનવ પર કરવામાં આવેલા પરીક્ષણના ડેટા પ્રકાશિત કર્યા છે. ભારત બાયોટેકે(BHARAT BIOTECH) કહ્યું કે, તે એકમાત્ર એવું ઉત્પાદન છે કે, જેની પાસે સામે આવી રહ્યા છે વાયરસના નવા પ્રકારને લઇને કોઇ આંકડા છે.
અગ્રણી સમીક્ષા જર્નલ 'સેલ પ્રેસ' માં પ્રકાશિત થયા
આ એકમાત્ર કોવિડ -19 રસી છે, જેમાં ભારતીય વસ્તી પર પ્રભાવને લઇને આંકડા છે. કંપનીએ જણાવ્યું હતું કે,ભારત બાયોટેકે(BHARAT BIOTECH) ત્રણ અગ્રણી સમીક્ષા જર્નલ અંતર્ગત અભ્યાસ હાથ ધર્યા હતા, જે 'સેલ પ્રેસ' માં પ્રકાશિત થયા હતા. કોવેક્સિન રસીના પ્રથમ અને બીજા તબક્કાના અગ્રણી સમીક્ષા જર્નલ ધ લાન્સેટમાં પ્રકાશિત કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃભારત બાયોટેકની કૉવેક્સિનને WHO તરફથી EUAની મંજૂરી મળશે તેવી આશા
કંપની ટૂંક સમયમાં પરીક્ષણના ત્રીજા તબક્કાના ડેટાને જાહેર કરશે
કંપનીએ જણાવ્યું હતું કે, કોવેક્સિનના કોરોના વાયરસના અન્ય પ્રકારો નિષ્ક્રિયતાને લગતા અભ્યાસના ડેટા બાયરેક્સિવ, ક્લિનિકલ ચેપી રોગો અને ટ્રાવેલ મેડિસિનના જર્નલમાં પ્રકાશિત થઈ ચૂક્યા છે. ભારત બાયોટેકે(BHARAT BIOTECH) જણાવ્યું હતું કે, હાલમાં કોવેક્સિનની અસરકારકતા અને સલામતી અંગેના ત્રીજા તબક્કાના પરીક્ષણના ડેટા વિશ્લેષણ અને સંકલન કરવામાં આવી રહ્યા છે. આ સાથે, તેની ખાતરી કરવામાં આવી છે કે, તેની શુદ્ધતા સાથે કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે. કંપની ટૂંક સમયમાં પરીક્ષણના ત્રીજા તબક્કાના ડેટાને જાહેર કરશે.