ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Covaxin Bharat Biotech: કોવેક્સિન પુખ્ત વયના લોકો કરતા 2થી 18 વર્ષની વયના લોકોમાં દર્શાવે છે વધુ સારા એન્ટિબોડી પ્રતિભાવ: ભારત બાયોટેક - bharat biotech

ભારત બાયોટેકનું (Bharat Biotech) કહેવું છે કે, તેની રસી કોવેક્સિન (Covaxin Bharat Biotech) બીજા અને ત્રીજા તબક્કાના અભ્યાસમાં 2થી 18 વય જૂથમાં ખૂબ અસરકારક છે. વાંચો સંપૂર્ણ અહેવાલ...

COVAXIN
COVAXIN

By

Published : Dec 31, 2021, 9:23 AM IST

હૈદરાબાદ: દેશમાં કોરોના વાઈરસના ઓમિક્રોન વેરિઅન્ટના (Omicron Variant) વધતા ખતરાને ધ્યાનમાં રાખીને રસીકરણ અભિયાનને વધુ તીવ્ર બનાવવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ભારત બાયોટેકનું કહેવું છે કે, બીજા અને ત્રીજા તબક્કાના અભ્યાસમાં તેની રસી (Covaxin Bharat Biotech) 2થી 18 વર્ષની વય જૂથમાં પણ ખૂબ અસરકારક છે.

આ રસી બાળકો માટે સંપૂર્ણપણે સલામત

ભારત બાયોટેકના જણાવ્યા અનુસાર તેણે 2થી 18 વર્ષની વય જૂથ પર તેની રસી (2 to 18 Years Age Group Covaxin) અજમાવી હતી, જેના બીજા અને ત્રીજા તબક્કામાં જાણવા મળ્યું કે આ રસી બાળકો માટે સંપૂર્ણપણે સલામત છે. આ ઉપરાંત તેમાં સામેલ સ્વયંસેવકોમાં સારી માત્રામાં એન્ટિબોડીઝ બનાવવામાં આવી હતી. ઉપરાંત રસી લેનારાઓમાં કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી. એટલું જ નહીં બાળકોમાં પુખ્ત વયના લોકો કરતાં સરેરાશ 1.7 ગણી સારી એન્ટિબોડીઝ હોય છે. આ સિવાય બાળકોને કોવેક્સિન લગાવ્યા બાદ ઈન્જેક્શનની જગ્યા પર લોહી ગંઠાઈ જવા કે દુખાવો થવા જેવી કોઈ વાત નહોતી.

DCGIએ કોવેક્સિનને અમુક શરતો સાથે કિશોરો માટે કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપી

11 ઓક્ટોબરે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)ની વિષય નિષ્ણાંત સમિતિ (SEC)એ અમુક શરતો સાથે 2- 18 વર્ષના બાળકોમાં ભારત બાયોટેકના ઈમરજન્સી ઉપયોગ માટેની અરજી પર વિચાર કર્યા પછી કિશોરો માટે કોવેક્સીનના કટોકટીના ઉપયોગ માટે મંજુરી આપવાની ભલામણ કરી હતી. આના પર શનિવારે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ ભારત બાયોટેકની એન્ટિ-કોવિડ-19 રસી કોવેક્સિનને અમુક શરતો સાથે 12 વર્ષથી વધુ ઉંમરના કિશોરો માટે કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપી હતી.

અસરકારક COVID-19 રસી વિકસાવવાનું અમારું લક્ષ્ય હાંસલ કર્યું: ડૉ. ક્રિષ્ના એલ્લા

આ સંદર્ભે ભારત બાયોટેકના સીએમડી ડૉ. ક્રિષ્ના એલ્લાએ જણાવ્યું હતું કે, "બાળકોના કોવેક્સિન ક્લિનિકલ ટ્રાયલ્સ પરનો ડેટા ખૂબ જ પ્રોત્સાહક છે. તેમણે કહ્યું કે, બાળકો માટે રસીની સલામતી મહત્વપૂર્ણ છે અને અમને તે રસી શેર કરવામાં આનંદ થાય છે. તે બાળકોમાં રક્ષણ અને પ્રતિરક્ષા માટે અસરકારક છે. અમે હવે પુખ્ત વયના લોકો અને બાળકો માટે સલામત અને અસરકારક COVID-19 રસી વિકસાવવાનું અમારું લક્ષ્ય હાંસલ કર્યું છે.

આ પણ વાંચો: First Death In Country From Omicron: ભારતમાં ઓમિક્રોનથી પ્રથમ મૃત્યુ

આ પણ વાંચો: Year Ender 2021: ઘરે ચોકલેટ ચિપ મફિન્સ કેવી રીતે બનાવવી શકાય જાણો તેની રેસીપી

ABOUT THE AUTHOR

...view details