ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચાર વર્ષની બાળકી સાથે બળાત્કાર, પછી ગળું દબાવીને હત્યા, કોર્ટે નરાધમને ફટકારી ફાંસીની સજા

ફરૂખાબાદમાં એક ચાર વર્ષની બાળકી સાથે બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરવાના મામલે નરાધમ આરોપની કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે, ત્રણ મહિના પહેલા બનેલી આ ઘટનામાં કોર્ટે 54 દિવસ બાદ પોતાનો ચુકાદો સંભળાવ્યો છે.

ચાર વર્ષની બાળકી સાથે બળાત્કાર, પછી ગળું દબાવીને હત્યા
ચાર વર્ષની બાળકી સાથે બળાત્કાર, પછી ગળું દબાવીને હત્યા

By ETV Bharat Gujarati Team

Published : Dec 23, 2023, 9:53 AM IST

ફરૂખાબાદઃજિલ્લામાં લગભગ ત્રણ મહિના પહેલા ઘરની બહાર રમતી એક બાળકી સાથે બળાત્કાર અને હત્યાના કેસમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. કોર્ટે 13 ડિસેમ્બરે જ આરોપીઓને દોષિત જાહેર કર્યો હતો. બુધવારે આ કેસમાં સજાનો ચુકાદો આપવામાં આવ્યો હતો.

શું હતી સમગ્ર ઘટના: આ ઘટના 12 સપ્ટેમ્બરે કંપિલ વિસ્તારમાં બની હતી. ઘરની બહાર રમતી ચાર વર્ષની બાળકીને શાહિદ નામનો આરોપી ફોસલાવીને સાથે લઈ ગયો હતો. ત્યાર બાદ બાળકી સાથે કુકર્મ આચર્યુ અને ગળું દબાવીને તેની હત્યા કરી નાખવામાં આવી હતી. આ કેસની તપાસ કર્યા બાદ પોલીસે માત્ર 22 દિવસમાં કટિયાના રહેવાસી શાહિદ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. એસપી વિકાસ કુમારે આ અંગે કહ્યું હતું કે, આ કેસની 54 દિવસ સુધી સુનાવણી થઈ અને સાક્ષીઓને રજૂ કરવામાં આવ્યા. 13 ડિસેમ્બરે કોર્ટે આરોપી શાહિદને દોષિત જાહેર કર્યો હતો.

કોર્ટે આરોપીને સંભળાવી ફાંસીની સજા: બુધવારે આ કેસમાં સજા અંગે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યાર બાદ POCSO એક્ટના વિશેષ ન્યાયાધીશ સુમિત પ્રેમીએ આરોપી શાહિદને ફાંસીની સજા સંભળાવી છે. એસપીએ કહ્યું કે પોલીસે આ જઘન્ય ઘટનાની ખૂબ સારી રીતે તપાસ કરી. આમાં, વૈજ્ઞાનિક પુરાવાઓને મહત્વ આપવામાં આવ્યું હતું, જેમાં ડીએનએ રિપોર્ટનો પણ સમાવેશ થાય છે. તેમજ ફોરેન્સિક ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી. તેણે આરોપીના સેમ્પલ લીધા હતા. આ તમામ પુરાવા અને અસરકારક વકીલોની દલીલના કારણે આરોપીને સજા ફટકારવામાં આવી હતી. આ કામ માટે ADGએ આખી ટીમને 50 હજાર રૂપિયાનું ઈનામ આપ્યું છે. તમામ અધિકારીઓને પ્રશસ્તિપત્ર આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

  1. અમૃતા અને ઇમરોઝની અદ્ભુત પ્રેમ કહાનીનો અંત; કવિ અને ચિત્રકાર ઈમરોઝે દુનિયાને કહ્યું અલવિદા
  2. કર્ણાટકમાં પ્રેમિકાએ પ્રેમી પોલીસકર્મીને સળગાવી દીધો

ABOUT THE AUTHOR

...view details