ચેન્નાઈ/નવી દિલ્હી: ભારતનો અવકાશ કાર્યક્રમ શુક્રવારે નવી ઊંચાઈઓને સ્પર્શશે જ્યારે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) શ્રીહરિકોટામાં તેના કેન્દ્રમાંથી દેશનું પ્રથમ(Countrys first private rocket Vikram S ) ખાનગી રીતે વિકસિત રોકેટ 'વિક્રમ-એસ' લોન્ચ કરાયુ છે. ચાર વર્ષ જૂના સ્ટાર્ટ-અપ સ્કાયરૂટ એરોસ્પેસના વિક્રમ-એસ રોકેટના પ્રથમ પ્રક્ષેપણ માટે તૈયારીઓ કરવામાં આવી છે. આ દેશના અવકાશ ઉદ્યોગમાં ખાનગી ક્ષેત્રના પ્રવેશને ચિહ્નિત કરશે, જે દાયકાઓથી સરકારી માલિકીની ISRO દ્વારા પ્રભુત્વ ધરાવે છે.
લોન્ચિંગનો સમય નક્કી:કેન્દ્ર સરકારે 2020 માં સ્પેસ ઉદ્યોગને ખાનગી ક્ષેત્ર માટે ખોલ્યા પછી સ્કાયરૂટ એરોસ્પેસ એ ભારતીય અવકાશ કાર્યક્રમમાં પગ મૂકનાર ભારતની પ્રથમ ખાનગી ક્ષેત્રની કંપની બની છે. શુક્રવારે સવારે 11:30 વાગ્યે પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-એસને લોન્ચિંગ કરાયુ છે. અગાઉ તેને 15 નવેમ્બરે લોન્ચ કરવાની યોજના હતી. વિક્રમ-એસ સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ થયા બાદ 81 કિમીની ઊંચાઈએ પહોંચશે. રોકેટનું નામ ભારતીય સ્પેસ પ્રોગ્રામના પિતા અને દિવંગત વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈના નામ પરથી રાખવામાં આવ્યું છે.
ત્રણ પેલોડ:'પ્રરંભ' નામનું મિશન બે સ્થાનિક અને એક વિદેશી ગ્રાહકના ત્રણ પેલોડ વહન કરશે. વિક્રમ-એસ સબ-ઓર્બિટલ ફ્લાઇટ ચેન્નાઈના સ્ટાર્ટઅપ સ્પેસ કિડ્ઝ, આંધ્ર પ્રદેશના સ્ટાર્ટઅપ એન-સ્પેસ ટેક અને આર્મેનિયન સ્ટાર્ટઅપ બાઝુમક્યુ સ્પેસ રિસર્ચ લેબના ત્રણ પેલોડ લઈ જવાશે. સ્કાયરૂટના એક અધિકારીએ જણાવ્યું હતું કે, રોટેશનલ સ્ટેબિલિટી માટે 3-ડી પ્રિન્ટેડ સોલિડ પ્રોપેલન્ટ ધરાવતું છ મીટર ઊંચું રોકેટ વિશ્વનું પ્રથમ રોકેટ છે. ભારતીય સ્પેસ રેગ્યુલેટર ઇન-સ્પેસે બુધવારે સ્કાયરૂટના વિક્રમ-એસ સબ-ઓર્બિટલ વ્હીકલના લોન્ચને અધિકૃત કર્યું છે.