નવી દિલ્હી : રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે પ્રધાન નીતિન ગડકરીએ (Road Transport and Highways Minister Nitin Gadkari) પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની (Former Prime Minister Manmohan Singh) આર્થિક સુધારા દ્વારા દેશને નવી દિશા આપવા બદલ વખાણ કરતા કહ્યું કે, આ માટે દેશ તેમનો ઋણી છે. અહીં આયોજિત 'TIOL એવોર્ડ 2022' સમારોહને સંબોધતા કેન્દ્રીય પ્રધાન ગડકરીએ કહ્યું કે, વર્ષ 1991માં તત્કાલિન નાણાપ્રધાન મનમોહન સિંહ દ્વારા શરૂ કરાયેલા આર્થિક સુધારાએ ભારતને એક નવી દિશા બતાવી.
કેન્દ્રીય પ્રધાન ગડકરીએ કહ્યું દેશ મનમોહન સિંહનો ઋણી છે :કેન્દ્રીય પ્રધાન ગડકરીએ (Union Minister Nitin Gadkari) પોર્ટલ 'TaxIndiaOnline' દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે, ઉદાર અર્થતંત્રને કારણે દેશને નવી દિશા મળી. તેના માટે દેશમનમોહન સિંહનો ઋણી છે. કેન્દ્રીય પ્રધાન ગડકરીએ મદદનો પણ ઉલ્લેખ કર્યો હતો કે, મનમોહનની નીતિઓએ નેવુંના દાયકામાં મહારાષ્ટ્રના રસ્તાઓ માટે નાણાં એકત્ર કરવામાં મદદ કરી હતી. તેમણે કહ્યું કે, મનમોહન સિંહ દ્વારા શરૂ કરવામાં આવેલા આર્થિક સુધારાઓને કારણે તેઓ જ્યારે મહારાષ્ટ્રના પ્રધાન હતા ત્યારે આ રોડ પ્રોજેક્ટ્સ માટે ભંડોળ એકત્ર કરવામાં સક્ષમ હતા.