- 24 કલાકમાં કોરોના વાઇરસના 41,649 નવા કેસ નોંધાયા
- સંક્રમણને કારણે 593 લોકોના મોત
- મૃત્યુની સંખ્યા 4,23,810 પર પહોંચી ગઈ
નવી દિલ્હી: છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાઇરસના 41,649 નવા કેસ નોંધાયા છે અને આ દરમિયાન સંક્રમણને કારણે 593 લોકોના મોત થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા શનિવારે સવારે જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કેસોની સંખ્યા વધીને 3,16,13,993 થઈ ગઈ છે અને મૃત્યુની સંખ્યા 4,23,810 પર પહોંચી ગઈ છે.
હાલમાં સક્રિય કેસ 4,08,920 છે
મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં 37,291 દર્દીઓ ચેપથી મુક્ત થયા છે. હાલમાં સક્રિય કેસ 4,08,920 છે. કોરોના રસીકરણની વાત કરીએ તો, અત્યાર સુધીમાં દેશભરમાં 46,15,18,479 લોકોને કોવિડ રસીની પ્રથમ અથવા બીજી માત્રા આપવામાં આવી છે.