દિલ્હી: 1 જાન્યુઆરીથી ચીન, હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોર અને થાઈલેન્ડથી ભારત આવતા મુસાફરો માટે નેગેટિવ કોવિડ રિપોર્ટ રજૂ કરવો ફરજિયાત(RT PCR TEST MUST FOR FLYERS FROM CHINA) બનશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ(Union Health Minister Mansukh Mandaviya) ગુરુવારે આ માહિતી આપી હતી. માંડવિયાએ કહ્યું કે આવા મુસાફરોએ તેમની મુસાફરી પહેલા હવાઈ સુવિધા પોર્ટલ પર તેમના RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ શેર કરવો પડશે. તેમણે કહ્યું કે ભારતની યાત્રા શરૂ કરતા પહેલા 72 કલાકની અંદર કોવિડ ટેસ્ટ કરાવવો પડશે. મંત્રીએ કહ્યું કે આ નિયમ ભારતમાં આગમન પર તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના બે ટકા મુસાફરોના રેન્ડમ પરીક્ષણ ઉપરાંત છે.
આ પણ વાંચો:ચીન કોવિડના સબવેરિયન્ટનો રાફડો ફાટ્યો, હવે મગજને અસર કરતા વાયરસ
ગુજરાતમાં કોરોના કેસ: એક જ દિવસમાં કોરોના વાયરસના ચેપના 6 નવા કેસ નોંધાયા બાદ રાજયમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા વધીને 12,77,557 થઈ ગઈ છે, જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 41 થઈ ગઈ છે. ગુરુવારે સવારે આઠ વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Union Ministry of Health) દ્વારા જારી કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર, ગુજરાતમાં અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક 11,043 થઇ ગયો છે. ગુજરાતમાં છેલ્લા પંદર દિવસમાં 55 કોરોનાના નવા કેસ નોધાયા છે. જેમાંથી 14 દર્દીઓ સાજા થઇ ગયા છે. છેલ્લા પંદર દિવસમાં કોરોનાના કારણે એક પણ મૃત્યું નોધાયું નથી.
ભારતમાં કોરોના કેસ: દેશમાં એક જ દિવસમાં કોરોના વાયરસના ચેપના 268 નવા કેસ નોંધાયા બાદ દેશમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,46,77,915 થઈ ગઈ છે, જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 3,552 થઈ ગઈ છે. ગુરુવારે સવારે આઠ વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Union Ministry of Health) દ્વારા જારી કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર, મહારાષ્ટ્રમાં ચેપના દર્દીના મૃત્યુ પછી, મૃત્યુઆંક વધીને 5,30,698 થઈ ગયો છે. કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 3,552 પર પહોંચી ગઈ છે, જે કુલ કેસના 0.01 ટકા છે. છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 47 નો વધારો થયો છે. દેશમાં દર્દીઓનો રાષ્ટ્રીય સ્વસ્થ થવાનો દર 98.80 ટકા છે. દૈનિક ચેપ દર 0.14 ટકા છે, જ્યારે સાપ્તાહિક ચેપ દર 0.18 ટકા છે. જયોરે મૃત્યઆંકનો દર 1.19 ટકા છે.
આ પણ વાંચો:Corona testing in Surat: સુરતમાં ઉત્તરાયણના તહેવાર બાદ સંક્રમણ વધવાની બીકે ટેસ્ટીંગની કામગીરી વધારી
કોવિડ માર્ગદર્શિકા: કેટલાક દેશોમાં કોરોનાવાયરસના કેસોની સંખ્યામાં વધારો વચ્ચે, સરકારે સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે અને કોવિડ માર્ગદર્શિકા કડક કરી છે. આ સાથે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. નોંધપાત્ર રીતે, માંડવીયાએ શનિવારે જ આનો સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી આવનારાઓ માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત રહેશે. કેન્દ્રએ કહ્યું છે કે જો આ દેશોમાંથી આવતા કોઈપણ મુસાફરમાં કોવિડ-19ના લક્ષણો જોવા મળે છે અથવા તેનો ટેસ્ટ પોઝિટિવ જોવા મળે છે, તો તેને ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવશે.દરમિયાન, રાજ્યોને પણ એલર્ટ મોડ પર રહેવા અને પોઝિટિવ કેસમાં નવા પ્રકારો શોધવા માટે જીનોમ સિક્વન્સિંગને ઝડપી બનાવવા કહેવામાં આવ્યું (Corona cases in India) છે.