ગુજરાત

gujarat

By

Published : Jan 23, 2022, 1:23 PM IST

ETV Bharat / bharat

Corona cases in India: છેલ્લા 24 કલાકમાં 3.33 લાખથી વધુ નવા કેસ, 525 લોકોના મોત

ભારતમાં (Corona cases in India) છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,33,533 નવા કેસ નોંધાયા છે. આ આંકડા ગઈકાલ (શનિવાર) કરતા 4,171 ઓછા છે. આ ઉપરાંત, દેશમાં 525 લોકોએ જીવ ગુમાવ્યો છે.

Corona cases in India: છેલ્લા 24 કલાકમાં 3.33 લાખથી વધુ નવા કેસ, 525 લોકોના મોત
Corona cases in India: છેલ્લા 24 કલાકમાં 3.33 લાખથી વધુ નવા કેસ, 525 લોકોના મોત

નવી દિલ્હી:કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Union Ministry of Health) માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારતમાં (Corona cases in India) છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના સંક્રમણના 3,33,533 નવા કેસ નોંધાયા છે, જેનાથી દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા 3,92,37,264 થઈ ગઈ છે.

સંક્રમિત લોકોની સંખ્યા 4.89,409 પર પહોંચી

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Union Ministry of Health) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં કોરોનાની સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 21,87,205 થઈ ગઈ છે, જ્યારે ભારતમાં (Corona cases in India) છેલ્લા 24 કલાક દરમિયાન મહામારીથી જીવ ગુમાવનારા લોકોની કુલ સંખ્યા 525ના મોતને કારણે સંક્રમિત લોકોની સંખ્યા 4.89,409 પર પહોંચી ગઈ છે.

24 કલાક દરમિયાન દર્દીઓની સંખ્યામાં થયો વધારો

મંત્રાલયના જણાવ્યા અનુસાર હાલમાં દેશમાં સંક્રમણના કુલ કેસમાંથી 5.57 ટકા સારવાર હેઠળ છે, જ્યારે દર્દીઓનો સ્વસ્થ થવાનો દર 93.18 ટકા નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 73,840નો વધારો થયો છે.

દેશમાં એન્ટી કોવિડ-19 રસીના કુલ 162.92 કરોડથી વધુ ડોઝ લાગુ કરાયા

દેશમાં એન્ટી કોવિડ-19 રસીના કુલ 162.92 કરોડથી વધુ ડોઝ લાગુ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, 7 ઓગસ્ટ 2020ના રોજ દેશમાં સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટ 2020ના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બર 2020ના રોજ 40 લાખથી વધુ થઈ ગઈ હતી.

23 જૂન2021માં સંક્રમિતોની સંખ્યા કરોડને વટાવી ગયાૉ

સંક્રમણના કુલ કેસ 16 સપ્ટેમ્બર 2020ના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020ના રોજ 60 લાખ, 11 ઓક્ટોબર 2020ના રોજ 70 લાખ, 29 ઓક્ટોબર 2020ના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને વટાવી ગયા હતા. 19 ડિસેમ્બર 2020 ના રોજ, દેશમાં આ કેસ એક કરોડને વટાવી ગયા હતા. ગયા વર્ષે, 4 મેના રોજ, સંક્રમિતોની સંખ્યા બે કરોડને વટાવી ગયા હતા અને 23 જૂન, 2021ના રોજ, ત્રણ કરોડને વટાવી ગયા હતા.

આ પણ વાંચો:

Corona cases in India: કોરોનાની હરણફાળ ગતિ, 24 કલાકમાં 3.37 લાખ કેસ સાથે 488ના મોત

Corona Cases in India : દેશમાં કોરોના સંક્રમણમાં વધારો, જાણો આખા દેશની સ્થિતિ

ABOUT THE AUTHOR

...view details