- દક્ષિણ આફ્રિકા સહિતના દેશોમાં મળ્યું કોરોનાનું નવું વેરિયન્ટ
- વેક્સિન પર પણ ભારે પડી શકે છે કોવિડનું નવુ સ્વરૂપ
- સી.1.2 વધારે મ્યુટેડ થયેલું વેરિયન્ટ, ઇન્ટરેસ્ટની શ્રેણીમાં રાખવામાં આવ્યું
નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકા સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્યુનિકેબલ ડિસીઝ તેમજ ક્વાજુલુ નેટલ રિસર્ચ ઇનોવેશન એન્ડ સીક્વન્સિંગ પ્લેટફોર્મના વૈજ્ઞાનિકોએ કહ્યું કે, કોરોના વાયરસના નવા સ્વરૂપ સી.1.2ની સૌથી પહેલા દેશમાં આ વર્ષે જાણ થઈ હતી.
સી.1.2.ને ઇન્ટરેસ્ટની કેટેગરીમાં રાખવામાં આવ્યો છે
તેમણે કહ્યું કે, ત્યારથી ગત 13 ઑગષ્ટ સુધી આ વેરિયન્ટ ચીન, કોંગો, મૉરિશિયસ, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, પોર્ટુગલ અને સ્વિટઝર્લેન્ડમાં મળી ચૂક્યું છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, દક્ષિણ આફ્રિકામાં કોવિડ-19ની પહેલી લહેર દરમિયાન સામે આવેલા વાયરસના પેટા સ્વરૂપોમાંથી એક સી.1ની તુલનામાં સી.1.2 વધારે મ્યુટેડ થયો છે, જેને ઇન્ટરેસ્ટની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે.