- છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાઈરસના 68,020 નવા કેસો
- એક્ટિવ કેસોની કુલ સંખ્યા 5,21,808
- ડિસ્ચાર્જ થયેલા કેસોની સંખ્યા 1,13,55,993
નવી દિલ્હી: છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાઈરસના 68,020 નવા કેસો આવ્યા પછી, પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,20,39,644 હતી. 291 નવા મૃત્યુ પછી, મૃત્યુ આંકની કુલ સંખ્યા વધીને 1,61,843 થઈ ગઈ છે.
અત્યાર સુધીમાં, કુલ 6,05,30,435 લોકોને કોરોના વાઈરસની રસી આપવામાં આવી છે.
દેશમાં એક્ટિવ કેસોની કુલ સંખ્યા 5,21,808 છે અને ડિસ્ચાર્જ થયેલા કેસોની સંખ્યા 1,13,55,993 છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા અનુસાર ગઈકાલ સુધી ભારતમાં કોરોના વાયરસના કુલ 24,18,64,161 નમૂનાઓ પરીક્ષણ કરવામાં આવ્યા છે, જેમાંથી ગઈકાલે 9,13,319 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:અરવલ્લીના મોડાસામાં કોરોનાના કારણે શબ-એ-બારાતની સાદગીપૂર્ણ કરાઇ ઉજવણી
મિઝોરમમાં બે નવા કેસ
મિઝોરમ માહિતી અને જનસંપર્ક વિભાગના જણાવ્યા અનુસાર, મિઝોરમમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના બે નવા કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસોની કુલ સંખ્યા હવે 4,465 છે, જેમાં 26 એક્ટિવ કેસ, 4,428 ડિસ્ચાર્જ કેસ અને 11 મૃત્યુનો સમાવેશ થાય છે.
છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં કોરોનાની ગતિ વધી છે. દરરોજ દર્દીઓની સંખ્યા ઝડપ સાથે વધી રહી છે. દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રએ જે કોવિડ કેન્દ્રો બંધ કરી દીધા હતા, જે ફરી શરૂ કર્યા છે. તે પછી પણ દર્દીઓ વેન્ટિલેટર સહિત ઓક્સિજનના અભાવથી પીડાઈ રહ્યા છે. શનિવારે, દુર્ગમાં 1128 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે. જોકે, મોતનો આંકડો નીચે આવી ગયો છે. શનિવારે કોરોનાથી ફક્ત 3 લોકોએ જીવ ગુમાવ્યો હતો, પરંતુ જે આંકડા બહાર આવ્યા છે તે ભયજનક છે. કારણ કે પરિસ્થિતિ ભયાનક બની ગઈ છે. દુર્ગના CMHOએ પણ આ હકીકત સ્વીકારી છે. તેમણે ઇટીવી ભારતને કહ્યું કે, દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તમામ હોસ્પિટલોમાં પલંગ ભરેલા છે. એટલું જ નહીં, અમે ઓક્સિજનના અભાવથી પણ પીડાઈ રહ્યા છીએ.
પડોશી જિલ્લાઓ પાસેથી મદદ લેવામાં આવશે
દુર્ગ જિલ્લામાં મોટી સંખ્યામાં દર્દીઓ ગંભીર હાલતમાં હોસ્પિટલ પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં, તેમને તાત્કાલિક ઓક્સિજનની જરૂર હોય છે, પરંતુ જેઓ પહેલાથી જ હોસ્પિટલોમાં ગંભીર દર્દીઓ છે તેમને ઓક્સિજન આપવામાં આવ્યો છે. નવા દર્દીઓ ઓક્સિજનના અભાવથી પીડાઈ રહ્યા છે. દુર્ગના CMHO ડો. ગંભીરસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે, દર્દીઓને ઓક્સિજનની જરૂર હોય છે. અત્યારે એક સિલિન્ડરની ગમે તેમ કરીને વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, જો જરૂર પડે તો પડોશી જિલ્લાઓમાંથી ઓક્સિજનનો જથ્થો લેવામાં આવશે.
આ પણ વાંચો:ગુજરાત કોરોના અપડેટ : છેલ્લા 24 કલાકમાં 2,270 પોઝિટિવ કેસ, 294 ડિસ્ચાર્જ
2-3 હજાર દવાઓ રોજ થાય છે તૈયાર
CMHO ડો. ગંભીર સિંહ ઠાકુરે કહ્યું કે, દવાઓની કોઈ અછત નથી. જિલ્લામાં દરરોજ 2 થી 3 હજાર દવાઓના પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. તે જ સમયે, 50 લોકોની ટીમ કોલિંગ સેન્ટરમાં દરરોજ દેખરેખ રાખે છે. આ ટીમ દર્દીઓની તંદુરસ્તી વિશે 24 કલાક માહિતી લઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે, શરૂઆતમાં દવાઓની સમસ્યા એવા દર્દીઓમાં પણ થઈ હતી, જેમણે ખાનગી હોસ્પિટલોમાં પરીક્ષણો કરાવ્યા હતા. જેના કારણે તેમના ટ્રેસિંગમાં થોડો સમય લાગ્યો હતો, પરંતુ હવે દર્દીઓને સમયસર દવાઓ મળી રહી છે.
કોરોનાથી 707 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો
જિલ્લામાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 707 લોકોનાં મોત થયા છે. નવા દર્દીઓના આવવાની સાથે જિલ્લામાં દર્દીઓની કુલ સંખ્યા 35 હજાર 810 પર પહોંચી ગઈ છે. શનિવારે 13 દર્દીઓની રિકવરી સાથે, કુલ 28 હજાર 624 દર્દીઓ પુન:સ્વસ્થ થયા છે અને એક્ટિવ દર્દીઓની સંખ્યા 6679 થઈ ગઈ છે. જિલ્લામાં 19 હજાર 726 દર્દીઓ ઘરમાં આઈસોલેશન છે.
જિલ્લામાં કમ્યુનિટી ફેલાયો
દુર્ગ જિલ્લામાં સતત વધી રહેલા કોરોના ચેપનું મુખ્ય કારણ શહેરમાં કમ્યુનિટી ફેલાવો છે. કોરોનામાં કમ્યુનિટીનો ફેલાવો ઝડપથી થઈ રહ્યો છે. કમ્યુનિટી ફેલાવો ત્યારે થાય છે, જ્યારે કોરોના ચેપગ્રસ્ત વ્યક્તિના સ્ત્રોતની જાણ ન હોય. આ રોગ ક્યાંથી શરૂ થયો અને ઘણા લોકોમાં ફેલાયો. તે પણ જાણી શકાયું નથી.
જિલ્લા ચીફ મેડિકલ ઓફિસર દ્વારા જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલોની વ્યવસ્થા અંગે માહિતી આપવામાં આવી હતી.
સરકારી સુવિધામાં ઉપલબ્ધ હોસ્પિટલોમાં બેડની યાદી:
-ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ જુનવાની
કુલ બેડ | 146 |
નોર્મલ બેડ | 100 |
ઓક્સિજનની સાથે | 31 |
ICU વોર્ડ | 15 |
વેન્ટિલેટર | 15 |
- જવાહરલાલ નહેરૂ હોસ્પિટલ
કુલ બેડ | 190 |
નોર્મલ બેડ | 51 |
ઓક્સિજનની સાથે | 109 |
ICU વોર્ડ | 30 |
વેન્ટિલેટર | 6 |