ગુજરાત

gujarat

ETV Bharat / bharat

છેલ્લા 24 કલાકમાં 29 હજારથી વધુ કોરોનાના કેસ, 449 લોકોના મોત - કોરોના વાઇરસના 29 હજારથી વધુ કેસ

ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ અનુસાર સોમવારે (16 નવેમ્બર) સુધી કોરોના વાઇરસના કુલ 12,65,42,907 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 8,44,382 સેમ્પલ સોમવારે ટેસ્ટ કરવામાં આવ્યા.

Corona case in india
Corona case in india

By

Published : Nov 17, 2020, 12:18 PM IST

  • છેલ્લા 24 કલાકમાં 29 હજારથી વધુ કોરોનાના કેસ
  • કોરોના વાઇરસથી 449 લોકોના મોત
  • તહેવારોની સીઝનમાં ડૉકટરોની એલર્ટ રહેવા અપીલ

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના સંક્રમણનો ગ્રાફ સતત વધી રહ્યો છે. તહેવારોની સીઝનમાં ડૉકટરોએ એલર્ટ રહેવાની અપીલ કરી છે. તેમ છતાં અનેક જગ્યાઓ પર સામાજિક અંતર અને ફેસ માસ્ક જેવી પાયાના સાવચેતીના પગલાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.

કોરોના વાઇરસના કેસ

છેલ્લા 24 કલાકમાં 29 હજારથી વધુ કોરોનાના કેસ

કેન્દ્ર સરકારના આંકડા અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં 29 હજાર 164 નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત 449 લોકોના મોત થયા છે. નવીનતમ આંકડા અનુસાર દેશભરમાં કોરોના સંક્રમણથી મૃતકોની સંખ્યા 1,30,519 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 40 હજાર 791 કોરોના સંક્રમિત સ્વસ્થ થયા છે.

કોરોના વાઇરસના કેસ

કોરોના વાઇરસથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા

મંગળવારે જાહેર કરાયેલા નવીનતમ આંકડા અનુસાર દેશભરમાં કુલ 88,74,291 કોરોના વાઇરસના કેસ થયા છે. જેમાંથી 4,53,401 કોરોનાના સક્રિય કેસ છે. સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા 82,90,371 પર પહોંચી છે.

કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયે જાહેર કર્યા આંકડા

કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 41,100 નવા કેસ સામે આવ્યા હતા, જ્યારે 447 લોકોના મોત થયા હતા.

ABOUT THE AUTHOR

...view details