નવી દિલ્હીઃભારતમાં કોરોનાનો (India Corona Update) કહેર હવે ધીમે ધીમે ઘટી રહ્યો છે. લગભગ એક મહિના બાદ સતત બીજા દિવસે કોરોનાના 1 લાખથી ઓછા નવા કેસ (corona new cases) નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 67,597 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ, 1188 સંક્રમિત લોકોએ જીવ ગુમાવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1,80,456 લોકો કોરોનાથી સાજા થયા છે.
દેશમાં અત્યાર સુધીમાં 5,04,062 લોકોના મોત
કોરોના મહામારીની (corona pandemic In India) શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 4,,23,39,611 લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 5,04,062 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 4,08,4000 લોકો સાજા પણ થયા છે. દેશમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 10 લાખથી ઓછી છે. કુલ 9,94,891 લોકો હજુ પણ કોરોના વાયરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં24 કલાકમાં 2909 પોઝિટિવ કેસ નોંધાયા,સૌથી વધુ મૃત્યુ અમદાવાદમાં નોંધાયા