ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતમાં પહેલી વખત ડ્રોનથી Corona Vaccine મોકવામાં આવી, આસામના મણિપુરથી થઈ શરૂઆત - ડ્રોનનું પહેલી કોમર્શિયલ ફ્લાઈંગ

અત્યાર સુધી તમે ડ્રોનના વિવિધ કામો અંગે જાણ્યું હશે, પરંતુ એવું ક્યારેય સાંભળ્યું કે જોયું છે કે, ડ્રોનથી કોરોનાની વેક્સિન આપવામાં આવે. જી હાં. આસામના મણિપુરમાં ડ્રોનથી કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી. આ અંગે કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ખુશી વ્યક્ત કરતા ICMR, મણિપુર સરકાર, ટેક્નિકલ સ્ટાફને શુભેચ્છા આપી હતી.

ભારતમાં પહેલી વખત ડ્રોનથી Corona Vaccine મોકવામાં આવી, આસામના મણિપુરથી થઈ શરૂઆત
ભારતમાં પહેલી વખત ડ્રોનથી Corona Vaccine મોકવામાં આવી, આસામના મણિપુરથી થઈ શરૂઆત

By

Published : Oct 5, 2021, 9:00 AM IST

  • ભારતમાં પહેલી વખત ડ્રોનથી કોરોનાની વેક્સિન (Corona Vaccine) મોકલવામાં આવી
  • આસામના મણિપુરમાં પહેલી વખત ડ્રોનથી કોરોનાની વેક્સિન (Corona Vaccine) મોકલાઈ
  • કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ (Union Health Minister Mansukh Mandvia) આપી શુભેચ્છા

નવી દિલ્હીઃ અત્યાર સુધી તમે ડ્રોનના વિવિધ કામો અંગે જાણ્યું હશે, પરંતુ એવું ક્યારેય સાંભળ્યું કે જોયું છે કે, ડ્રોનથી કોરોનાની વેક્સિન (Corona Vaccine) આપવામાં આવે. જી હાં. આસામના મણિપુરમાં ડ્રોનથી કોરોનાની વેક્સિન (Corona Vaccine) આપવામાં આવી હતી. આ અંગે કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ (Union Health Minister Mansukh Mandvia) જણાવ્યું હતું કે, સાઉથ એશિયામાં પહેલી વખત ડ્રોનનું કોમર્શિયલ ફ્લાઈંગ થયું છે. આ માટે ICMR, મણિપુર સરકાર, ટેક્નિકલ સ્ટાફને શુભેચ્છા આપું છું.

આ પણ વાંચો-ભારતના નામે એક વધુ સિદ્ધિ : રસીકરણનો આંકડો 90 કરોડને પાર

ડ્રોનથી વેક્સિન મોકલવાની શરૂઆત મણિપુરથી થઈ

કોરોનાની વેક્સિન પહેલી વખત ડ્રોનથી મોકલવામાં આવી હતી અને તેની શરૂઆત મણિપુરથી કરવામાં આવી છે. સાઉથ ઈશ્ટ એશિયામાં પહેલી વખત ડ્રોનનો આજે કોમર્શિયલ ઉપયોગ થયો હતો. મણિપુરના વિષ્ણુપુરથી કરાંગ સુધી રસ્તાથી 26 કિલોમીટરની દૂરી હવાના માધ્યમથી 15 કિલોમીટર થઈ ગઈ હતી. આમાં માત્ર 12થી 15 મિનીટમાં ICMRએ વેક્સિન પહોંચાડી દીધી હતી. મણિપુરના લોક ટક ઝરણાને પાર કરતા ICMRએ કરાંગ આઈલેન્ડ પર ડ્રોનના માધ્યમથી કોરોનાની વેક્સિન સફળતાપૂર્વક પહોંચાડી હતી. આ રીતે સમગ્ર ભારતમાં બનેલું આ ડ્રોન ઓટોમેટિક મોડમાં ઉડ્યું અને જગ્યા પર યોગ્ય રીતે પહોંચ્યું હતું.

આ પણ વાંચો-ભારતે અપનાવી 'જેવા સાથે તેવા'ની નીતિ, બ્રિટનથી આવનારા યાત્રીઓ માટે ક્વોરન્ટાઇન ફરજિયાત

આગામી સમયમાં મણિપુરના વધુ 2 જિલ્લામાં આ રીતે જ ડ્રોનની મદદથી વેક્સિન પહોંચાડાશે

કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ આ અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સાઉથ ઈસ્ટ એશિયામાં પહેલી વખત ડ્રોનનું કોમર્શિયલ ફ્લાઈંગ થયું છે. આ માટે ICMR, મણિપુર સરકાર, ટેક્નિકલ સ્ટાફને શુભેચ્છા આપું છું. ઉલ્લેખનીય છે કે, મણિપુરના કરાંગ વિસ્તારની વસતી 3,500 જેટલી છે. આમાં 30 ટકા લોકોને વેક્સિનના બંને ડોઝ લગાવવામાં આવી ચૂક્યા છે. આગામી સમયમાં મણિપુરના વધુ 2 જિલ્લામાં આ રીતે જ ડ્રોનની મદદથી વેક્સિન પહોંચાડવાની યોજના છે.

ઈમરજન્સી મેડિકલ સ્થિતિમાં લાઈફ સેવિંગ ડ્રગ્સને પણ ડ્રોનથી મોકલવામાં આવી શકે છે

આરોગ્ય પ્રધાન માંડવિયાએ જણાવ્યું હતું કે, આજે વેક્સિન પહોંચાડવામાં આવી છે. કાલે ઈમરજન્સી મેડિકલ સ્થિતિમાં લાઈફ સેવિંગ ડ્રગ્સને પણ ડ્રોનથી મોકલવામાં આવી શકે છે. પેસ્ટીસાઈડ અને યુરિયાનું સ્પ્રે આનાથી થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વેક્સિનેશન અભિયાન અંતર્ગત તમામ મુશ્કેલ અને ઉતાર-ચઢાવની વચ્ચે હવે 100 કરોડ ડોઝનો આંકડો ભારત ટૂંક જ સમયમાં પાર કરી લેશે, પરંત હવે મુશ્કેલ રસ્તાઓને સરળ બનાવવા માટે ટેક્નિકની મદદ લેવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details