નવી દિલ્હી:કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Former Congress President Rahul Gandhi)બુધવારે કહ્યું કે દેશની મોટી વસ્તીને હજુ સુધી રસી આપવામાં આવી નથી અને સરકારે જણાવવું જોઈએ કે બૂસ્ટર ડોઝ ક્યારે(Corona vaccine booster dose in India) શરૂ કરવામાં આવશે.
મોટાભાગની વસ્તીને હજુ સુધી રસી આપવામાં આવી નથી
રસીકરણ ડેટાનો ચાર્ટ શેર કરતા, તેમણે ટ્વીટ કર્યું, "મોટાભાગની વસ્તીને હજુ સુધી રસી આપવામાં આવી નથી. સરકાર ક્યારે બુસ્ટર ડોઝ આપવાનું શરૂ કરશે? કૉંગ્રેસના નેતા દ્વારા શેર કરાયેલા ચાર્ટમાં જણાવાયું છે કે રસીકરણની (Corona vaccination in India)વર્તમાન ગતિએ, 31 ડિસેમ્બર, 2021 સુધીમાં દેશની માત્ર 42 ટકા વસ્તીને રસી આપવામાં આવશે અને આ વર્ષના અંત સુધીમાં, 60 ટકા વસ્તીને રસી આપવામાં આવશે.