ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Corona Vaccination for Childrens in India: બાળકોને રસી માટે Covin App પર કરાવી શકાશે રજિસ્ટ્રેશન - ઝાયડસ કેડિલાની ઝાયકોવ-ડીને સરકારની મંજૂરી

દેશમાં કોરોના અને ઓમિક્રોન હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે ભારત સરકારે કોરોના રસીકરણ પણ ખૂબ જ ઝડપી બનાવ્યું છે. તેવામાં હવે 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકોનું પણ કોરોના રસીકરણ શરૂ (Corona Vaccination for Childrens in India) થવા જઈ રહ્યું છે. રસીકરણ માટે બાળકોને કોવિન પ્લેટફોર્મ પર પોતાનું રજિસ્ટ્રેશન (Registration on the CoWin app for vaccinations) કરાવવું પડશે. કોવિન પર બાળકોના રસીકરણનું રજિસ્ટ્રેશન 1 જાન્યુઆરીથી શરૂ થશે. આ બાબતે મનસુખ માંડવિયાએ ટ્વિટ પણ કર્યુ હતું.

Corona Vaccination for Childrens in India: બાળકો 1 જાન્યુઆરીથી CoWin App પર કરાવી શકશે રજિસ્ટ્રેશન
Corona Vaccination for Childrens in India: બાળકો 1 જાન્યુઆરીથી CoWin App પર કરાવી શકશે રજિસ્ટ્રેશન

By

Published : Dec 27, 2021, 3:28 PM IST

Updated : Jan 1, 2022, 11:41 AM IST

અમદાવાદઃ એક તરફ સમગ્ર દેશ કોરોના (Corona cases in India) અને ઓમિક્રોનની સામે (Omicron Cases in India) લડી રહ્યું છે. ત્યારે ભારત સરકાર પણ કોરોના સામે લડવા માટે કોરોના રસીકરણ (Corona Vaccination in India) પૂરજોશમાં ચલાવી રહ્યું છે. ત્યારે હવે બાળકો માટે પણ જાન્યુઆરીથી કોરોના રસીકરણ શરૂ થશે. 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકોનું કોરોના રસીકરણ શરૂ થઈ રહ્યું છે. બાળકોએ પણ કોવિન એપ્લિકેશન પર રસીકરણ માટે રજિસ્ટ્રેશન (Registration on the CoWin app for vaccinations) કરાવવું પડશે. આ અંગે નેશનલ હેલ્થ ઓથોરિટીએ (National Health Authority on Childrens Vaccination) જણાવ્યું હતું કે, 1 જાન્યુઆરીથી 15થી 18 વર્ષનાબાળકો રસી માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ બાબતે મનસુખ માંડવિયાએ ટ્વિટ પણ કર્યુ હતું.

બાળકે રજિસ્ટ્રેશન માટે ધોરણ 10ની માર્કશીટ બતાવવી પડશે

નેશનલ હેલ્થ ઓથોરિટીએ (National Health Authority on Childrens Vaccination) જણાવ્યું હતું કે, 15થી 18 વર્ષના બાળકોના રસીકરણનું રજિસ્ટ્રેશન (Corona Vaccination for Childrens in India) 1 જાન્યુઆરીથી કોવિન એપ્લિકેશન (Registration on the CoWin app for vaccinations) પર શરૂ થશે. રજિસ્ટ્રેશન માટે ધોરણ 10ની માર્કશિટ લગાવવામાં આવી શકે છે. કારણ કે, કેટલાક બાળકો પાસે આધાર કે બીજું આઈડી કાર્ડ નથી હોતું. આ માટે ધોરણ 10ની માર્કશીટનો વિકલ્પ રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો-WHO Chief Cautions to Rich : ધડાધડીમાં બૂસ્ટર ડોઝ આપવા સામે ચેતવણી આપી

બાળકો નજીકના કેન્દ્રમાં ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન કરાવી શકશે

નેશનલ હેલ્થ ઓથોરિટીના ડોક્ટરે (National Health Authority on Childrens Vaccination) જણાવ્યું હતું કે, 1 જાન્યુઆરીથી બાળકો પહેલા ડોઝ માટે રજિસ્ટ્રેશન (Registration on the CoWin app for vaccinations) કરાવી શકે છે. હવે બાળકોને અહીં કોવેક્સિનનો વિકલ્પ (Corona Covaxin vaccine for children) દેખાશે. સ્ટૂડન્ટ આઈડી કાર્ડથી પણ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ ઉપરાંત માતાપિતાના ફોન નંબરથી પણ રજિસ્ટ્રેશન થઈ જશે. એક નંબર પર એક જ પરિવારના 4 લોકોનું રજિસ્ટ્રેશન થઈ શકે છે. બાળકો પોતાના નજીકના કેન્દ્રમાં જઈને ઓનસ્પોટ રજિસ્ટ્રેશન પણ કરાવી શકે છે.

બાળકોને કોવેક્સિનના ડોઝ અપાશે

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બરે દેશને સંબોધિત (PM Narendra Modi on Childrens Vaccination) કર્યો હતો. તે સમયે તેમણે 15થી 18 વર્ષના બાળકોનું કોરોના રસીકરણ શરૂ કરવાની જાહેરાત (Corona Vaccination for Childrens in India) કરી હતી. અત્યારે આ ઉંમરના બાળકોની સંખ્યા 7થી 8 કરોડ છે. આ તમામને અત્યારે ભારત બાયોટેકની કોવેક્સિનના ડોઝ આપવામાં આવશે. કોવેક્સિનને સરકારે 12થી 18 વર્ષના બાળકો પર ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી છે.

આ પણ વાંચો-Covaxin For Children: 12થી 18 વર્ષના બાળકોને અપાશે કોવેક્સિન, DCGIએ આપી મંજૂરી

સરકારે ઝાયડસ કેડિલાની રસીને મંજૂરી આપી છે

ભારત બાયોટેકે આ વર્ષે જૂન-જુલાઈમાં 2થી 18 વર્ષના બાળકો પર કોવેક્સિનનું ટ્રાયલ કર્યું હતું. ટ્રાયલમાં વેક્સિન અસરદાર સાબિત થઈ હતી. વેક્સિન લગાવ્યા પછી તાવ, શરીરમાં દુખાવો, ઈન્જેક્શનવાળી જગ્યા પર સોજો જેવી સાઈડ ઈફેક્ટ્સ જોવા મળી શકે છે. કોવેક્સિન સિવાય સરકારે ઝાયડસ કેડિલાની ઝાયકોવ-ડીને પણ મંજૂરી (government approves Zydus Cadila ZyCov-D) આપી છે. ઝાયકોવ-ડી 12 વર્ષથી વધુના લોકો માટે છે. જોકે, દેશમાં અત્યાર સુધી ઝાયકોવ-ડી લગાવવાની શરૂ નથી થઈ.

Last Updated : Jan 1, 2022, 11:41 AM IST

ABOUT THE AUTHOR

...view details