- છેલ્લા ત્રણ દિવસથી સતત 40 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા
- શુક્રવારે કોરોનાના નવા 44,230 કેસ નોંધાયા
- વધુ 555 દર્દીઓના થયા મોત
નવી દિલ્હી: દેશમાં છેલ્લા ત્રણ દિવસથી સતત 40 હજારથી વધુ કોરોના( Corona )ના કેસ નોંધાયા છે. શુક્રવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 44,230 નવા કોરોના( Corona )ના કેસ નોંધાયા હતા અને 555 દર્દીઓના મોત થયા હતા. કેરળમાં સૌથી વધુ 22,064 નવા કેસો નોંધાયા છે. જોકે, સમગ્ર દેશમાં છેલ્લા 24 કલાકમાં 42,360 લોકો કોરોનામાંથી સાજા પણ થયા છે.
ગઈ કાલે 18.16 લાખ કોરોના સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યાં
આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ, 29 જુલાઈ સુધી દેશભરમાં 45 કરોડ 60 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યાં છે. ગઈ કાલે 51 લાખ 83 હજાર ડોઝ આપવામાં આવ્યા હતા. ગઈ કાલે 18.16 લાખ કોરોના સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યાં હતા, જેનો પોઝિટિવિટી રેટ 3 ટકાથી ઓછો છે.
કેરળમાં કોરોનાના કેસમાં સતત વધારો
કેરળમાં સતત ત્રીજા દિવસે કોવિડના 22,000 થી વધુ નવા કેસ નોંધાયા છે. ગુરુવારે, કોવિડના 22,064 નવા કેસ નોંધાયા અને 128 લોકોના મોત થયા છે. રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 33 લાખ 49 હજાર 365 થઈ છે અને મૃતકોની સંખ્યા વધીને 16,585 થઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,68,96,792 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.