ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Corona Update: 24 ક્લાકમાં 80,834 નવા કેસ, 3,303 Deaths - કોરોનામાં મોત

ભારતમાં કોરોના(Corona)ની બીજી લહેરનો પ્રકોપ ધીમે ધીમે ઘટતો જાય છે. રવિવારે 71 દિવસ બાદ કોરોના(Corona) વાયરસના ઓછામાં ઓછા નવા કેસ નોંધાયા છે.

Corona Update: 24 ક્લાકમાં 80,834 નવા કેસ, 3,303 મોત
Corona Update: 24 ક્લાકમાં 80,834 નવા કેસ, 3,303 મોત

By

Published : Jun 13, 2021, 10:31 AM IST

  • દેશમાં હવે પોઝિટિવ કેસની સંખ્યા 2,94,39,989 છે
  • મૃત્યુની કુલ સંખ્યા 3,70,384 છે
  • પોઝિટિવિટી દર 95.26 ટકા થયો

હૈદરાબાદ: છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના(Corona)વાયરસના 80,834 નવા કેસ નોંધાયા છે અને આ સમયગાળા દરમિયાન 3,303 દર્દીઓ સંક્રમણના કારણે મૃત્યુ પામ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારે સવારે જારી કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, દેશમાં હવે પોઝિટિવ કેસની સંખ્યા 2,94,39,989 છે, જ્યારે મૃત્યુની કુલ સંખ્યા 3,70,384 છે.

આ પણ વાંચોઃCorona Update: 24 ક્લાકમાં 84,332 નવા કેસ, 4,002 Death

દૈનિક પોઝિટિવિટી દર 4.25 ટકા છે

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન 1,32,062 દર્દીઓને રજા આપવામાં આવી છે. હાલમાં સક્રિય કેસની કુલ સંખ્યા 10,26,159 છે. મંત્રાલય મુજબ, ભારતમાં કોરોના(Corona) વાયરસના નવા કેસો સૌથી ઓછા 71 દિવસ પછી આવ્યા છે. દૈનિક પોઝિટિવિટી દર 4.25 ટકા છે, જે સતત 20 દિવસ કરતા 10 ટકા ઓછો છે. પોઝિટિવિટી દર 95.26 ટકા થયો છે.

આ પણ વાંચોઃGujarat Corona Update : છેલ્લા 24 કલાકમાં 544 પોઝિટિવ કેસ, 11 દર્દીના થયા મૃત્યુ

કુલ રસીકરણનો આંકડો 25,31,95,048 થયો

છેલ્લા 24 કલાકમાં, દેશમાં કોરોના(Corona) વાયરસની 34,84,239 રસી આપવામાં આવી હતી, જે પછી કુલ રસીકરણનો આંકડો 25,31,95,048 થયો છે.

ABOUT THE AUTHOR

...view details