ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Corona Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 25,072 કેસ નોંધાયા, 389 લોકોના મોત - આરોગ્ય મંત્રાલય

ભારતમાં દિવસેને દિવસે કોરોનાના કેસ (Corona Cases) ઘટી રહ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાની બીજી લહેર (Corona Second Wave) પણ શાંત પડી રહી છે. ત્યારે દેશમાં એક દિવસમાં કોરોનાના નવા 25,072 કેસ (Corona Cases) નોંધાયા છે. આ સાથે જ કોરોના વાઈરસ (Corona Virus)ના કુલ કેસની સંખ્યા 3,24,49,306 થઈ છે. સોમવારે સવારે આરોગ્ય મંત્રાલયે (Ministry of Health) જાહેર કરેલા આંકડામાં સમગ્ર માહિતી સામે આવી હતી.

Corona Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 25,072 કેસ નોંધાયા, 389 લોકોના મોત
Corona Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 25,072 કેસ નોંધાયા, 389 લોકોના મોત

By

Published : Aug 23, 2021, 12:42 PM IST

  • ભારતમાં કોરોનાની બીજી લહેર (Corona Second Wave) શાંત પડી રહી છે
  • દેશમાં એક દિવસમાં કોરોનાના નવા 25,072 કેસ (Corona Cases) નોંધાયા
  • દેશમાં કોરોનાના કુલ કેસની (Corona Cases) સંખ્યા 3.24 કરોડ થઈ

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસ (Corona Cases)માં ધરખમ ઘટાડો થયો છે. તો કેટલાક રાજ્યોમાં પણ કોરોનાના કેસ (Corona Cases) સતત ઘટી રહ્યા છે. ત્યારે દેશમાં એક દિવસમાં કોરોનાના નવા 27,072 કેસ (Corona Cases) નોંધાયા છે. સોમવારે સવારે આરોગ્ય મંત્રાલયે (Ministry of Health) જાહેર કરેલા આંકડા મુજબ આ માહિતી સામે આવી છે. મંત્રાલયના મતે, છેલ્લા 24 કલાકમાં 389 કોરોના સંક્રમિતોના મોત થયા છે. આ પહેલા 16 ઓગસ્ટે 25,166 કેસ નોંધાયા હતા. જ્યારે 24 કલાકમાં 44,157 લોકો કોરોનાથી સાજા થયા છે. એટલે કે ગઈકાલે 19,474 એક્ટિવ કેસ ઓછા થયા છે.

આ પણ વાંચો-Gujarat Corona Update : રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 15 પોઝિટિવ કેસ, એક પણ મૃત્યુ નહીં

દેશના કોરોનાના 40 ટકા કેસ ફક્ત કેરળમાં

કેરળમાં રવિવારે કોરોના વાઈરસ (Corona Virus)ના 10,402 નવા દર્દીઓની પુષ્ટિ થઈ છે. એટલે કે 40 ટકા કેસ ફક્ત કેરળમાં (Kerala) આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના સંક્રમિત 66 લોકોના મોત થયા છે. ત્યારબાદ રાજ્યમાં કુલ કેસ 38 લાખ 14 હજાર 305 સુધી પહોંચી ગયા છે. તો મલપ્પુરમમાં સૌથી વધુ 1,577 નવા કેસ નોંધાયા છે. ત્યારબાદ કોઝીકોડમાં 1,376 અને પલક્કડમાં 1,133 દર્દી આવ્યા છે.

આ પણ વાંચો-શ્રીલંકામાં 10 દિવસનું રાષ્ટ્રવ્યાપી લોકડાઉન, જાણો શા માટે...

મિઝોરમમાં 24 કલાકમાં 292 નવા કેસ નોંધાયા

તો મિઝોરમમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 292 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોનાના કારણે 4 લોકોના મોત થયા છે. અહીં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 52,472 છે, જેમાં 5,982 સક્રિય કેસ, 46,290 ડિસ્ચાર્જ થયા અને 200 લોકોના મોત થયા છે.

ABOUT THE AUTHOR

...view details