ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Corona In India: વધતા કેસો વચ્ચે PM મોદીએ રાજ્ય સરકારોને આપ્યા મહત્વના નિર્દેશ, કહ્યું- કોવિડ સામેની લડાઈ જરૂર જીતીશું - ભારતમાં કોરોના કેસ

કોરોનાની વર્તમાન સ્થિતિ (Corona In India)ને લઇને PM મોદીએ મુખ્યપ્રધાનો સાથેની બેઠકમાં PM મોદીએ કહ્યું હતું કે, કોરોનાની લડાઈમાં આપણે જરૂર જીતીશું. આપણે ડરીએ નહીં, પરંતુ ધ્યાન રાખીએ. PM મોદીએ રાજ્ય સરકારોને વેક્સિનેશન (Vaccination In India), ટેસ્ટિંગ અને લોકોની આજીવિકાને નુકસાન ન થાય તેને લઇને વાતચીત કરી હતી.

Corona In India: વધતા કેસો વચ્ચે PM મોદીએ રાજ્ય સરકારોને આપ્યા મહત્વના નિર્દેશ, કહ્યું- કોવિડ સામેની લડાઈ જરૂર જીતીશું
Corona In India: વધતા કેસો વચ્ચે PM મોદીએ રાજ્ય સરકારોને આપ્યા મહત્વના નિર્દેશ, કહ્યું- કોવિડ સામેની લડાઈ જરૂર જીતીશું

By

Published : Jan 13, 2022, 7:42 PM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, ઓમિક્રોન (Omicron In India) નવો પડકાર બનીને સામે આવ્યો છે, પરંતુ કોરોના (Corona In India)ની લડાઈમાં આપણે જરૂર જીતીશું. તેમણે કહ્યું કે, ઓમિક્રોનને લઇને જે સંશયની સ્થિતિ હતી તે હવે નથી. અમેરિકામાં 14 લાખ નવા કેસ (Corona Cases In America) દરરોજ આવી રહ્યા છે, આવામાં આપણે સતર્ક રહેવાની જરૂર છે, પરંતુ આની સાથે જ ડરીએ નહીં તેનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. તહેવારોની આ સીઝનમાં રાજ્ય સરકારોની એલર્ટનેસ ઓછી ના થવી જોઇએ.

પ્રિકોશન ડોઝ અને રસીકરણ પર ભાર મૂક્યો

મુખ્યપ્રધાનોની સાથેની બેઠકમાં પીએમ મોદી(PM Modi Corona Review Meeting With CMs)એ કહ્યું કે, આપણે કોરોનાના કોઈ પણ નવા વેરિયન્ટના આવ્યા પહેલા તેની તૈયારી કરવાની રહેશે. વડાપ્રધાને કહ્યું હતું કે, પ્રિકોશન ડોઝ (Corona Precautions Dose In India) જેટલો વહેલો હશે, તેટલી જ હેલ્થ કેર સિસ્ટમ મજબૂત થશે. રસીકરણ (Vaccination In India) સામે કોઈપણ ભ્રમની સ્થિતિ ઊભી થવા ન દો. અમારી પાસે કોરોના સામે લડવાનો 2 વર્ષનો અનુભવ છે. લોકોની આજીવિકા (Livelihood In Corona Pandemic In India)નું ઓછામાં ઓછું નુકશાન થવુ જોઈએ અને અર્થવ્યવસ્થાની ગતિ જળવાઈ રહેવી જોઈએ.

જ્યાં વધુ કેસ આવી રહ્યા છે ત્યાં વધુ ટેસ્ટિંગ કરવામાં આવે

તેમણે કહ્યું કે, કોઈપણ રણનીતિ બનાવતી વખતે આપણે આ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્થાનિક સામગ્રી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું રહેશે. જ્યાંથી વધુ કોવિડ કેસ (Corona Cases In India) આવી રહ્યા છે, ત્યાં વધુમાં વધુ ટેસ્ટિંગ થાય તે સુનિશ્ચિત કરવાની પણ જરૂર છે. પીએમ મોદીએ કહ્યું કે, તેની સાથે હોમ આઈસોલેશનમાં મહત્તમ સારવાર થઈ શકે છે, તે પણ જરૂરી છે. હોમ આઇસોલેશનની માર્ગદર્શિકા અને પ્રોટોકોલનું (Corona Guidelines In India) પાલન કરવું જરૂરી રહેશે.

આ પણ વાંચો:India Corona Update :દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના બે લાખથી વધુ કેસ નોંધાયા

બેઠકમાં કોણ કોણ થયું શામેલ?

બેઠકમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા, કેબિનેટ સચિવ રાજીવ ગૌબા ઉપરાંત રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત, પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્ની, ત્રિપુરાના મુખ્યપ્રધાન બિપ્લબ દેવ, આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમા અને અન્ય રાજ્યોના મુખ્યપ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા.

રવિવારના PMએ કરી હતી ઉચ્ચસ્તરીય બેઠક

નોંધનીય છે કે, કોરોના સંક્રમણના ઝડપથી વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને, રાજ્યો દ્વારા દેશના વિવિધ ભાગોમાં વિવિધ નિયંત્રણો લાદવામાં આવ્યા છે. વડાપ્રધાને પુરવઠા પ્રણાલીની ચાલી રહેલી તૈયારીઓ, દેશમાં રસીકરણ અભિયાનની સ્થિતિ, ઓમિક્રોનનો ફેલાવો અને તેની જાહેર આરોગ્ય પર અસરની સમીક્ષા કરવા માટે રવિવારના ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.

આ પણ વાંચો:PM Modi Corona review : વડાપ્રધાન મોદી કોરોના અંગે તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે કરશે બેઠક

ABOUT THE AUTHOR

...view details