ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગુજરાતમાં કોરોના મૃત્યુઆંકની નોંધણી કરવામાં નથી આવતી : પી. ચિદમ્બરમ

મીડિયા અહેવાલો ટાંકીને કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે આરોપ લગાવ્યો છે કે ગુજરાતમાં કોવિડથી થતા મૃત્યુંની નોધંણી ઓછી કરવામાં આવી રહી છે.

corona
ગુજરાતમાં કોરોના મૃત્યુઆંકની નોંધણી કરવામાં નથી આવતી : પી. ચિદમ્બરમ

By

Published : Apr 19, 2021, 2:06 PM IST

  • કોંગ્રેસ વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે લગાવ્યો ગુજરાત સરકાર પર આરોપ
  • કોરોનાથી મૃત્યુઆંક છુપાવવામાં આવી રહ્યો છે
  • દેશમાં દરરોજ 2 લાખથી વધુ કેસ

ન્યુ દિલ્હી:કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે આરોપ લગાવ્યો છે કે ગુજરાતમાં કોરોનાથી થતા મૃત્યુંને નોંધવામાં નથી આવી રહ્યા.

ગુજરાતમાં કોરોના મૃત્યુંઆંક છુપાવવામાં આવે છે

મીડિયા અહેવાલો ટાંકીને, ચિદમ્બરમે કહ્યું કે 'કાર્વિડ મૃત્યુને સરખી રીતે નોધવામાં નથી આવી રહ્યા, કોરોનાથી થતા મૃત્યુને ડાયાબિટીસના મૃત્યુ તરીકે બતાવવામાં આવી રહ્યા છે.તેમણે કહ્યું કે ગુજરાતમાં 17 એપ્રિલે આધિકારીક રીતે 78 લોકોના કોરોનાથી મૃત્યું થયા હતા પણ મિડીયા રીપોર્ટ મુજબ કોરોના પ્રોટોકોલ અનુસરી 7 શહેરોમાંથી 689 બોડીઓ સ્મશાન ગૃહમાં આવી હતી, આ છે ગુજરાત મોડેલ.

આ પણ વાંચો : અરવલ્લીમાં કોરોનાથી મૃત્યુંઆંક પહોંચ્યો 12 પર, 140 લોકો હજુ પણ સંક્રમિત

છેલ્લા કેટલાક દિવસોથી 2 લાખથી વધુ કોરોના કેસ

રવિવારે ભારતમાં 2,61,500 કોરોના કેસ આવ્યા હતા, જે આજ સુધીનો સૌથી મોટો આંકડો હતો. ભારતિય હેલ્થ વિભાગ મુજબ 1,47,88,109 કોરોના કેસનો વધારો થયા છે.છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં દરરોજ 2 લાખથી ઉપર કેસો આવી રહ્યા છે. શનિવારે ભારતમાં કોરોનાથી 2,34,692 રીકવર થયા હતા. ગુરુવારે 2,00,739 દર્દીઓ અને શુક્રવારે 2,17,353 દર્દીઓ સાજા થયા હતા.

ABOUT THE AUTHOR

...view details