નવી દિલ્હી ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (corona cases in india ) 9,520 નવા કેસના આગમન સાથે, દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 4,43,98,696 થઈ ગઈ છે, જ્યારે સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ઘટીને 87,311 થઈ ગઈ છે. શનિવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય(Central Health Ministry)દ્વારા જારી કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર, દેશમાં ચેપને કારણે વધુ 41 લોકોના મોત થયા બાદ મૃત્યુઆંક વધીને 5,27,597 થઈ ગયો છે. આ 41 મૃતકોમાં ચાર લોકોનો પણ સમાવેશ થાય છે, જેમના નામ કોવિડ-19થી થયેલા મૃત્યુના આંકડાને ફરીથી મેચ કરીને ચેપને કારણે જીવ ગુમાવનારા લોકોની યાદીમાં મૂકવામાં આવ્યા છે.
આ પણ વાંચોકચ્છમાં વડાપ્રધાનના રોડ શો ને લઇને જાણો કયા રસ્તાઓ રહેશે બંધ
જાણકારી અનુંસાર દેશમાં કોવિડ 19(Covid)ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ઘટીને 87,311 પર આવી ગઈ છે, જે કુલ કેસના 0.20 ટકા છે. છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 3,396 નો ઘટાડો થયો છે. તે જ સમયે, દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર વધીને 98.62 ટકા થયો છે. અપડેટેડ ડેટા અનુસાર, દૈનિક ચેપ દર 2.50 ટકા છે, જ્યારે સાપ્તાહિક ચેપ દર 2.80 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં 4,37,83,788 કોવિડ-19માંથી સ્વસ્થ થયા છે, જ્યારે ચેપને કારણે મૃત્યુદર 1.19 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19 રસીના 211.91 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.