- બેંગલુરૂમાં તકનીકી સલાહકાર સમિતિએ 8 જિલ્લાઓમાં 21 દિવસ માટે પ્રતિબંધ કરવાનું સુચન કર્યું
- રાજ્યના તમામ મંદિરો ત્રણ અઠવાડિયા સુધી બંધ રાખવા જોઈએ
- ફિલ્મ થિયેટરોમાં ફક્ત 50 ટકા બેઠકોની મંજૂરી હોવી જોઈએ
બેંગલુરૂ: કોરોના વાયરસનો કહેર એક વર્ષ બાદ પણ ચાલુ છે. દિવસેને દિવસે સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તે જ સમયે કોરોના વાયરસની બીજી લહેરને ધ્યાનમાં રાખીને તકનીકી સલાહકાર સમિતિએ સરકારને ભલામણ કરી છે કે ફરી એકવાર પ્રતિબંધ મૂકવો જરૂરી બન્યો છે.
શું છે તકનીકી સલાહકાર સમિતિની ભલામણો:
તકનીકી સલાહકાર સમિતિએ બેંગલુરૂ, બીદર, કલબૂર્ગી, મૈસુર, દક્ષિણ કન્નડ, ઉડુપી, તુમકુર જિલ્લાઓમાં પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે. સમિતિએ એવી પણ સલાહ આપી હતી કે, આ જિલ્લાઓને 21 દિવસ માટે સંપૂર્ણપણે બંધ રાખવો જોઇએ.