ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સહકાર ક્ષેત્રનો નવા યુગમાં પ્રવેશ - અર્બન કોઓપરેટિવ બેન્ક

સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પંચોતેર વર્ષમાં સહકારી શ્રેત્રનો વિકાસ કોઈ રીતે આર્થિક વિકાસ સાથે તાલમેળ ન સાધી શક્યો. ત્રીજી પચવાર્ષિક યોજના સુધી સહકારી વિકાસ પંચવર્ષીય યોજનાનું એક અભિન્ન અંગ હતું. સહકારી વિકાસને કૃષિ અને ગ્રામીણ વિકાસના એક ભાગ રુપે જોવામાં આવે છે. Cooperatives Enter New Era Urban Cooperative Banks National Bank for Agriculture and Rural Development

સહકાર ક્ષેત્રનો નવા યુગમાં પ્રવેશ
સહકાર ક્ષેત્રનો નવા યુગમાં પ્રવેશ

By ETV Bharat Gujarati Team

Published : Nov 19, 2023, 11:26 AM IST

Updated : Nov 19, 2023, 1:36 PM IST

હૈદરાબાદઃ કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે સંસ્થાગત ઋણની વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે સમિતિની ભલામણો બાદ 1982માં રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્કની રચના ભારતીય રિઝર્વ બેન્કે કરી. આરબીઆઈ આ બેન્ક દ્વારા ગ્રામીણ વિકાસની સમીક્ષા કરી રહી હતી.

જો કે સહકારી સમિતિઓની ઉત્પત્તિ પ્રાથમિક કૃષિ સહકારી ઋણ સમિતિઓ(PACS)ની સ્થાપનાના માધ્યમથી થઈ છે, પરંતુ સમય જતા તે આર્થિક ગતિવિધિઓના વિવિધ ક્ષેત્રોમાં નિષ્ફળ જતા મત્સ્ય પાલન, ડેરી ઉત્પાદનોના પ્રોસેસિંગ-માર્કેટિંગ, ટૂરિઝન, એજ્યુકેશન, હોસ્પિટલ્સ, હાઉસિંગ એન્ડ રીયલ એસ્ટેટ, ટ્રાન્સપોર્ટ, પેટ્રોલ બન્કસ, રીટેલ ટ્રેડ(કન્ઝ્યુમર કોઓપરેટિવ સોસાયટીઝ-સુપર બઝાર), ક્રેડિટ એન્ડ બેન્કિંગ ઈન્ડસ્ટ્રી, ડિસ્ટ્રિક્ટ એન્ડ સ્ટેટ કોઓપરેટિવ સેન્ટ્રલ બેન્કસ (DCCB/SCB) તેમજ અર્બન કોઓપરેટિવ બેન્ક(USB). દરેક પ્રકારની સહકારી સમિતિઓનું મોટાભાગનું અનુમાન લગભગ 5 લાખ છે.

વર્તમાન એનડીએ શાસન દરમિયાન, કેન્દ્ર સરકારે 2021માં સહકારી ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની આવશ્યકતાને લીધે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સાથે મળીને અલગ મંત્રાલયની રચના કરી હતી. એક રાષ્ટ્રીય સહકારી નીતિ બનાવવામાં આવી છે. આવા સમયમાં જ્યારે આપણે સહકારી અઠવાડિયું ઉજવી રહ્યા છીએ ત્યારે આ ક્ષેત્રની પ્રગતિની સમીક્ષા કરવી યોગ્ય રહેશે.

ભારતીય લોકતંત્રના દરેક રાજકીય નેતાના મૂળ સહકારી સમિતિઓ સાથે જોડાયેલા છે તેવું કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી.

કોઓપરેટિવની સંકલ્પના

ઉત્પાદન અને સેવા માટે સંસાધનોને એકત્રિત કરવા એક યોગ્ય પરિભાષિત સંઘીય સંચરના જે પોતાની ક્ષમતા સાથે એક સહકારી સમિતિ, નીતિગત સમર્થન મામલે જમીની સ્તરથી વૈશ્વિક સ્તર સુધી જોડાવા માટે ઉત્સાહ અને પ્રોત્સાહન પૂરુ પાડે તે માટે કોઓપરેટિવની જરુરિયાત છે. આ ક્ષેત્રમાં યુવાઓની બુદ્ધિ પ્રતિભા, ઊર્જા અને રચાનાત્મકતા ઓળખીને આ ક્ષેત્ર સાથે સાંકળીને લોકો સુધી તેનો લાભ પહોંચાડવાની ક્ષમતા છે. સમાજના છેવાડાનો માનવી આ લાભોથી વંચિત ન રહે તે સુનિશ્ચિત થઈ શકે છે. કોઓપરેટિવનો મૂળ સિદ્ધાંત ઓનરશિપ, મેમ્બર સેન્ટ્રીસિટી અને ડેમોક્રેટિક સેટઅપ છે. આ સંચરના ત્વરિત, ન્યાયસંગત અને સર્વસમાવેશી વિકાસ મેળવવા માટે મહત્વપૂર્ણ છે.

21મી સદીએ લોકો, સંગઠનો અને સરકારની કાર્યપદ્ધતિમાં પરિવર્તન કર્યુ છે. નીતિનો હેતુ સહકારી આધારિત આર્થિક વિકાસ મોડલ આગળ વધારવું, વર્તમાન સામાજિક અને આર્થિક સંદર્ભનો સમાવેશ કરવો અને રાષ્ટ્રની સમૃદ્ધિ માટે એક સ્થાયી મોડલ છે.

રાષ્ટ્રીય સહકારી નીતિની શરુઆત "સહકારથી સમૃદ્ધિ"(સહયોગના માધ્યમથી) થી થાય છે. જે મૂલ્યોના વ્યવહારમાં લાવવા માટે મૌલિક સહકારી સિદ્ધાંતોના આધારે આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તન માટે આગળ વધારે છે. નીતિ અનુસાર સહકારી સમિતિઓ સ્વ-સહાયતા, સ્વ-જવાબદારી, લોકતંત્ર, સમાનતા, એકતાના મૂલ્યોમાં અંતર્નિહિત છે. ભારતના બંધારણના પેરેગ્રાફ 19 અંતર્ગત સહકારી સમિતિઓના ગઠનનો અધિકાર મૌલિક અધિકારના સ્વરુપે સ્થાપિત કરવામાં આવ્યો છે.

સહકારી ક્ષેત્રે પડકારો

રાષ્ટ્રીય સહકાર નીતિનો દાવો છે કે સહયોગના માધ્યમથી સ્થાયી આજીવિકા અને સમૃદ્ધિ વધારવા માટે ઉદ્યોગ, વ્યવસાય અને બજારમાં સર્વોત્તમ પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ નીતિ સામે અનેક પડકારો પણ છે. આ પડકારોનો સામનો સહકારી સમિતિઓ સામનો કરી રહી છે. રોકાણ સુધી પહોંચવામાં ખામી,સભ્ય જાગૃતિ અને એક્તામાં ખામી, ખરાબ પ્રબંધન અને શાસન, નિયમોના સમજની કમી, અનુચિત લેખાંકન, સભ્યો અને સહકારી સમિતિઓને લાભ પહોંચડાતી ટેકનોલોજીનો અભાવ. આવા પડકારો પર કાબૂ મેળવવો એક મોટું કાર્ય છે. સંસ્થાઓમાં સભ્યો વચ્ચે થતા ટકારવ પણ એક મોટો પડકાર છે. આ સહકારી સમિતિઓને નિયંત્રિત કરતા કાયદા અને નિયામક માપદંડોમાં પરિવર્તનની આવશ્યકતાનો પણ સ્વીકાર કરવો જોઈએ, કારણ કે આ સંઘ અને રાજ્ય સરકારોના બમણા નિયંત્રણનો વિષય છે. પ્રત્યેક રાજ્ય સરકારને પોતાનો કાયદો હોય છે. રાજ્યોમાં કાયદાવ્યવસ્થામાં એકરુપતા લાવવા માટે ભૂતકાળમાં કરેલા અનેક પ્રયાસો વિફળ સાબિત થયા છે. સહકારિતાને અર્થવ્યવસ્થાના વિકાસ કેન્દ્રમાં નહિ પરંતુ શક્તિ કેન્દ્ર રુપે જોવું જોઈએ.

રાષ્ટ્રીય નીતિના અનેક પ્રશંસનીય ઉદ્દેશ છેઃ વર્ષ 2028 સુધી જીડીપીમાં સહકારી સમિતિઓનો હિસ્સો ખૂબ મોટો કરવો. જો કે વર્તમાન હિસ્સાને બેન્ચમાર્ક કરવામાં આવ્યો નથી. વધુ રોજગારની તકો સર્જવી, ક્ષેત્રીય અસંતુલનને ઓછું કરવું, શાસનમાં સુધારો લાવવો, સરકારી બ્રાન્ડને વિક્સિત કરવી, એક રાષ્ટ્રીય સહકારી વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવી, વિવિધ સહકારી પ્રથાઓ, ટ્રેનિંગ, વિકાસ અને શિક્ષામાં એકરુપતા લાવવી, સદસ્યતાને મજબૂત કરવી, બજારની પહોંચમાં સુધારો લાવવો અને ઉત્થાન માટે ટેકનોલોજીનો લાભ લેવો.

નિહિત નીતિ પ્રતિ પોતાની પ્રમાણિક્તા અને પ્રતિબદ્ધતાનું પ્રદર્શન કરતા 2024 સુધી લગભગ 2500 કરોડ રુપિયાના બજેટીય પ્રતિબદ્ધતા સાથે ગ્રામીણ ક્ષેત્રોમાં 63000 જમીની સ્તરની સહકારી સમિતિના ટેકનોલોજી વિકાસની શરુઆત થઈ છે અને નાબાર્ડને ટેકનોલોજી સ્ટૈકના નેતૃત્વનું કામ સોંપવામાં આવ્યું છે. જેનું લક્ષ્ય આવનારા ત્રણ વર્ષોમાં દરેક ગ્રામીણ સહકારી સમિતિઓને કવર કરવાનું છે.

એક જ લેખમાં સહકારી સમિતિઓના સંપૂર્ણ પાસાઓનો સમાવેશ કરવો કપરો છે. હું આ લેખને શહેરી સહકારી બેંકો પર વધુ ધ્યાન આપતી નાણાકીય સહકારી સમિતિઓ પૂરતો સીમિત રાખીશ. જેને સામાન્ય ભાષામાં પડોશી બેન્ક પણ કહેવામાં આવે છે.

નાણાકીય સહકારી સમિતિઓ સામાન્ય રીતે બે વિભાગોમાં હોય છે. ગ્રામીણ અને શહેરી. ભારતીય રીઝર્વ બેન્કની વાર્ષિક રિપોર્ટ 2023 અનુસાર માર્ચ 2021 સુધી, 98,042 સહકારી સમિતિઓ હતી જેમાં 1,534 યુસીબી અને 96,508 ગ્રામીણ સહકારી સમિતિનો સમાવેશ થાય છે. માર્ચ 2020માં સહકારી બેન્કિંગ ક્ષેત્રની કુલ બેલેન્સ શિટનું કદ 18.8 લાખ કરોડ રુપિયા હતું. જે 2004-05માં 19.4 ટકા ઘટીને અનુસૂચિત વાણિજ્યિક બેંકોની સમેકિત બેલેન્સ શીટના 10 ટકા નજીક હતું.

અર્બન કોઓપરેટિવ બેન્કોનું નાણાકીય ક્ષેત્રે લગભગ 8 ટકા સ્થાન છે.

યુસીબી પાડોશીના બેંક છે જે રાજ્ય સહકારી અધિનિયમ અને બેંકિંગ વિનિયમન અધિનિયમ 1949 અને તેના સંશોધન બંનેના નિયમો અંતર્ગત આવે છે. નાણાકીય સ્થિરતા રિપોર્ટ જૂન 2023 નાણાકીય ક્ષેત્રમાં તેમના યોગદાનનો સ્વીકાર કરે છે. અનુસૂચિત અને બિન અનુસૂચિત યુસીબી બંનેની ઋણ વૃદ્ધિ ક્રમશઃ 6.7 ટકા અને 4.9 ટકા સુધી પહોંચી ગઈ છે.

આ યુબીસી અનેક કારણોને લીધે પ્રેસ અને મીડિયામાં છવાયેલી છેઃ

1. પીએમસી બેન્કની વિફળતા, આરબીઆઈની જમા ગેરંટી મર્યાદા વધારી દીધી. એક લાખથી 5 લાખ રુપિયા સુધી

2. અસફળતા અને અનિયમિતતા બાદ રોકાણકારોના હિતોએ નિયામકના પ્રમુખોના હિતો પર કબ્જો જમાવી લીધો

3. નબળી બેન્કોને મજબૂત બેન્કોમાં વિલિનિકરણ કરી બેન્કોનું એકીકરણ

4. યુસીબીમાં તેમની વિવિધતાને ધ્યાને રાખીને તેમના વ્યવસાયમાં 4 સ્તરીય સંચરચનાની શરુઆત

5. વિશ્વનાથન કમિટિની કેટલીક ભલામણોને અમલી કરવી, ખાસ કરીને સદસ્યતાની પરે જઈને મૂડી એક્ઠી કરવામાં મદદ કરવી અને રાષ્ટ્રીય શહેરી સહકારી નાણાકીય અને વિકાસ સંગઠનની સ્થાપના

6. ચૂંટેલા બોર્ડ માટે એક સમર્થન તંત્રના સ્વરુપે કાર્યાત્મક વિશેષજ્ઞોની સાથે પ્રબંધન બોર્ડની સ્થાપના કરવામાં આવી.

7. ક્ષેત્રને મજબૂત કરવા માટે અંતર સહકારી એજન્સીનો સહયોગ, અનેક નિયામક ઉલ્લંઘનો માટે મોટી સંખ્યામાં બેન્કો પર દંડની સંખ્યામાં વૃદ્ધિ

8. વર્ષ 2026 સુધી પ્રાથમિકતાવાળા ક્ષેત્રને ઋણ આપવાની નવી સીમા, જે તેના સ્તર પર આધારિત છે.

9. ખરાબ પ્રશાસન

10. રિસ્ક મેનેજમેન્ટ સ્ટાન્ડર્ડસ

અર્બન કોઓપરેટિવ બેન્કોને ચાર સ્તરમાં વિભાજીત કરવામાં આવી

ટિયર 1. યુબીસીને આ રીતે વ્યાખ્યાયિક કરવામાં આવી છે. (1). એક જ જિલ્લામાં 100 કરોડથી ઓછી જમા કરવાવાળી બેન્ક (2). એક કરતા વધુ જિલ્લાઓમાં 100 કરોડથી ઓછી જમા કરવાવાળી બેન્ક, જેમાં શરત એટલી છે કે નિકટવર્તી જિલ્લાઓમાંથી સૌથી મોટા જિલ્લાની શાખામાં 95 ટકાથી વધુ નાણા જમા થવા જોઈએ. (3). જે બેન્કની શાખાઓ જિલ્લામાં ફેલાયેલી હોય અને 100 કરોડ કરતા ઓછી જમા કરતી હોય પણ જિલ્લાના પુનર્ગઠનને લીધે તે બહુ જિલ્લા બેન્ક બની ગઈ હોય તે યુબીસી 1નો પ્રકાર ગણાઈ શકે છે. (4) જ્યારે અન્ય યુબીસીને ટિયર-2 યુબીસીના રુપે વ્યાખ્યાયિત કરી શકાય છે.

એવું જોવામાં આવ્યું છે કે મોટાભાગે ટિયર-3 અને 4 (100 કરોડથી વધુ જમા કરતી બેન્ક) યુસીબી વિનિયામક નિર્દેશોનું પાલન કરી રહી છે, કોર બેન્કિંગ સમાધાન(સીબીએસ) રજૂ કરે છે, એટીએમ ખોલે છે, યુપીઆઈ જેવી મોટી ચૂકવણી પ્રણાલિઓની સાથે એકીકૃત થાય છે. આ ટેકનોલોજીના માધ્યમથી, મોટાભાગની બેન્કો આરબીઆઈ દ્વારા નિર્ધારિત માપદંડોનું વિવેકપૂર્ણ પાલન કરે છે.

દરેક યુસીબી પોતાની વાર્ષિક વેપાર યોજનાઓ આરબીઆઈને પ્રસ્તુત કરવાના નિયમનું પાલન કરે છે. આ વધુ યોગ્ય છે. વેપાર વિકાસ યોજનાઓ નીચેથી ઉપરના સ્તર સુધીના દ્રષ્ટિકોણથી તૈયાર કરવામાં આવે છે. આવી યોજનાઓને વાર્ષિક રુપે તૈયાર કરવા માટે બોર્ડ પાસે કોઈ અનુમોદિત સ્ટ્રેટેજી નથી. બોર્ડના સહાયકના રુપમાં પ્રબંધન બોર્ડનું ગઠન કર્યા પછી પણ (ીઓએમ પાસે કોઈ વિશેષાધિકાર નથી) તે માત્ર સલાહકારની ભૂમિકા ભજવે છે. અનુસૂચિત યુસીબી (લગભગ 52 બેન્ક)નું જોખમ ભારિત સંપત્તિ અનુપાત(સીઆરએઆર)નું ઋણ 15 ટકા અને ગૈર અનુસૂચિત યુસીબી માટે 17.8 ટકા પર સ્થિર છે.

ફાયનાન્સ સ્ટેબિલિટી રિપોર્ટ સ્વીકારે છે કે યુસીબીનું સ્તર વાર સીઆરએઆર ન્યૂનતમ નિયામક આવશ્યકતાથી ઘણું ઉપર છે. દરેક યુસીબીનું શુદ્ધ મૂલ્ય આરામદાયક જણાવાય છે. તેમ છતા તેમના યોગદાન પર ચિંતા થતી રહે છે. નાણાકીય સ્વરુપે મજબૂત અને યોગ્ય રીતે પ્રતિબંધિત કેટલીક બેન્ક(એફએસડબલ્યૂએમ) ઈન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, વન-સ્ટોપ સોલ્યુશન વગેરે જેવા ટેકનોલોજી સંબંધિત વાણિજ્યિક બેન્કો સમાન સમગ્ર પરિવર્તનનો પ્રયાસ કરે છે. આ સંબંધમાં વિભિન્ન સ્તરો પર ક્ષમતા નિર્માણ અને સાયબર સુરક્ષા સામેલ છે. તેઓ આ પડકારોનો સામનો કરે છે.

તેમના પ્રદર્શનની સમીક્ષા કરતી વખતે જે ત્રણ મહત્વપૂર્ણ પાસા છે તેમાં 1. પ્રબંધન બોર્ડની ભૂમિકા, 2. પ્રાથમિકતા ક્ષેત્ર ઋણ અનિવાર્યતા, 3. અમ્બ્રેલા સંગઠન

પ્રબંધન બોર્ડથી અપેક્ષા કરવામાં આવે છે કે પ્રતિનિધિ મંડળ અને પ્રતિબદ્ધતા વિના બોર્ડ ઓફ ગવર્નન્સનું માર્ગદર્શન અને સહાયતા કરે. તેઓ હકીકતમાં નિદેશક મંડળની બહાર છે અને તેમ છતા તે તેમાં સામેલ છે. આ રીતની અસ્પષ્ટતાને બદલે ચૂંટાયેલા બોર્ડને એવા નામાંકન માટે ઉપયુક્ત અને યોગ્ય માપદંડોને પૂરા કરતા પ્રોફેશનલ કેડરથી નામાંકિત નિદેશકોની સગવડ પ્રદાન કરે તે માટે કેટલાક નિયમો બનાવવા રાજ્ય સરકાર સાથે ચર્ચા કરી શકાય. તેનાથી બોર્ડની ક્ષમતા વધી શકશે. તેમજ નિદેશક મંડળની ટ્રેનિંગ, એક લેખિત નિવેદનના આધારે નિદેશક મંડળના પ્રદર્શનને માપવા માટે કે બોર્ડમાં કયા મૂલ્યવર્ધનની જરુર છે તેમજ તે સ્થિરતા, સતત વિકાસમાં કેવો ભાગ ભજવી શકે છે. સંસ્થા વાર્ષિક બોર્ડ રિટ્રીટ વગેરે પ્રત્યે નિયામકોનું ધ્યાન આકર્ષિત થવું જોઈએ.

ઘણા રાજ્યોમાં સહકારી બેન્કો પર ટાસ્ક ફોર્સ(TAFCUB)નો એજન્ડા આરબીઆઈ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે. જ્યારે અપવાદોને બાદ કરવામાં આવે તો રાજ્યના સંબંધિત સહકારી સમિતિઓના રજિસ્ટ્રાર અને અન્ય ઘટકોના રુપમાં સંઘોથી મોટાભાગે ચર્ચા-વિચારણા કરવામાં નથી આવી રહી. છેલ્લા દસ વર્ષો દરમિયાન તેમનુ કામકાજ બહુ નિયમિત થઈ ગયું છે. જો કે TAFCUBનો ઉદ્દેશ્ય સ્થાનિય નિયામક મુદ્દાને ઉચ્ચે સ્તર સુધી પહોંચાડ્યા સિવાય ઉકેલવો અને યુસીબીની કાર્યાત્મક દક્ષતામાં સુધાર કરવાનો છે. તેથી આ ઈચ્છનીય અને આવશ્યક છે કે એજન્ડા વધુ પરામર્શાત્મક હોય.

વિશ્વનાથન કમિટિ અનુસાર વિત્તિય સંસ્થાનો માટે પર્યાપ્ત જગ્યા એ છે કે જ્યાં સહયોગના સિદ્ધાંતો અને તેમને મળતી સમાવેશિતા પર કામ કરવામાં આવે. આ પ્રકાર, યુસીબી ક્ષેત્રનું લક્ષ્ય વેપાર મોડલના મૂળ રૂપે સમાવેશી વિત્તના સંચાલન માટે પસંદગીની પાડોશી બેન્ક તરીકે નામના મેળવે. આ ત્યારે જ સંભવ છે જ્યારે તેનું સંચાલન વિત્તીય મજબૂતી, મજબૂત બ્રાન્ડિંગ, અત્યાધુનિક ટેકનોલોજી જેવી સંચાલિત પ્રક્રિયાઓ અને કુશળ માનવ સંસાધનોની સાથે એક સક્ષમ નિયામક વાતાવરણ પર આધારિત હોય. આ આંતરિક ચાલક કોઈ બેન્કને અથવા સ્ટેન્ડ અલોન આધાર પર ઉપલબ્ધ બની શકે છે અથવા નેટવર્ક વ્યવસ્થાના માધ્યમથી પ્રાપ્ત કરવામાં આવી શકે છે. સ્વયં યુસીબી અને નિયામકના રુપમાં આરબીઆઈનો આ દ્રષ્ટિકોણને સાકાર કરવા માટે સક્ષમ માધ્યમોમાં સમાવેશ થાય છે.

કાર્યવાહીને હજૂ પણ આ સમિતિની માન્ય ભલામણોનો ઈન્તજાર છે. ગ્રામીણ સહકારી સમિતિઓમાં ટેકનોલોજીનો હસ્તક્ષેપ, મોટા પ્રમાણમાં રોજગારની તકો સર્જવી અને ઔદ્યોગિક સહકારી સમિતિઓનો વિકાસ, વિશેષ રુપથી સુક્ષમ અને લઘુ ઉદ્યમો, શહરી સહકારી બેન્કોની સફાઈ અને દર બીજા ક્ષેત્રમાં એક આર્થિક સંગઠનના રુપે સહકારી સ્વરુપને પ્રોત્સાહિત કરવું જોઈએ. અર્થવ્યવસ્થાની ગતિવિધિ આ ક્ષેત્રના દાયરાને ગુણાત્મક સ્વરુપ આપીને વધારશે તેમજ ડેરી ક્ષેત્રે જે રીતે અમૂલ બ્રાન્ડ છે તેવી ઈમેજ બનાવી શકશે.

* આ વિચારો લેખકના અંગત વિચારો છે. લેખક બી. યીરમ રાજુ એક અર્થશાસ્ત્રી અને રિસ્ક મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ છે. તેઓ 2011-12માં આરબીઆઈની કમિટિ ઓન રુરલ કોઓપરેટિવ ક્રેડિટ સ્ટ્રકચરના એકસ્પેર્ટ મેમ્બર પણ રહી ચૂક્યા છે.

Last Updated : Nov 19, 2023, 1:36 PM IST

ABOUT THE AUTHOR

...view details