નવી દિલ્હી CBIના દરોડા પર દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની પ્રેસ કોન્ફરન્સ બાદ કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે વળતો (Anurag Thakur On Manish Sisodia) પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, CBIએ ( Manish sisodia CBI Raid) ભલે મનીષ સિસોદિયાને દારૂ નીતિ હેઠળ ભ્રષ્ટાચારના કેસમાં આરોપી બનાવ્યા હોય, પરંતુ આ કૌભાંડના મુખ્ય કાવતરાખોર મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ છે. કેન્દ્રીય પ્રધાન સાથે પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહેલા સાંસદ મનોજ તિવારી અને આદેશ ગુપ્તાએ મનીષ સિસોદિયાને MONEY SHH ગણાવ્યા હતા.
આ પણ વાંચો :મનીષ સિસોદિયાના જેલવાસ માટે ભાજપ સરકાર તૈયાર કરી રહી છેઃ કેજરીવાલ
સિસોદિયાના ચહેરાનો રંગ ઉડ્યોકેન્દ્રીય પ્રધાનએ કહ્યું કે, દારૂ કૌભાંડમાં CBIના દરોડા બાદ મનીષ સિસોદિયાના ચહેરાનો રંગ ઉડી ગયો છે. તેઓ પત્રકારોના પ્રશ્નોના જવાબ આપી શક્યા ન હતા. તેમણે પોતે કહ્યું કે, દારૂ કૌભાંડની ચિંતા ન કરો, મતલબ કે તેઓએ PC માં સ્વીકાર્યું કે કૌભાંડ થયું છે. તેમણે સીએમ કેજરીવાલને કહ્યું કે, જો તમારી દારૂની નીતિ સાચી હતી તો તેને પાછી કેમ લીધી. દારૂની નીતિમાં ભ્રષ્ટાચાર દર્શાવવામાં (Manish Sisodia accused of liquor scam) આવ્યો ત્યારે, કેજરીવાલે નીતિ પાછી ખેંચી લીધી છે.