ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સ્ટેન સ્વામીની 'કસ્ટોડિયલ હત્યા' મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાશે - ગોવા કોંગ્રેસ સમિતિ

એલ્ગર પરિષદ-માઓવાદી સંબંધોના કેસમાં સ્ટેન સ્વામી(stan swamy)નું મૃત્યુ 'કસ્ટોડિયલ હત્યા' ગણાવી છે. ત્યારે ગોવા કોંગ્રેસ (congress)સમિતિ દ્વારા સોમવારના રોજ જણાવ્યું કે સ્ટેન સ્વામીનું મૃત્યુ કેસ મામલે પણજી (panaji) ના આઝાદ મેદાનમાં વિરોધા પ્રદર્શન કરવામાં આવશે.

સ્ટેન સ્વામીની 'કસ્ટોડિયલ હત્યા' કેસ મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરશે
સ્ટેન સ્વામીની 'કસ્ટોડિયલ હત્યા' કેસ મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરશે

By

Published : Jul 6, 2021, 1:52 PM IST

  • એલ્ગર પરિષદ-માઓવાદી સંબંધ કેસ
  • પાદરી સ્ટેન સ્વામી(stan swamy)ની મૃત્યુ 'કસ્ટોડિયલ હત્યા'
  • ગોવા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનની ચીમકી

પણજી: એલ્ગર પરિષદ-માઓવાદી સંબંધોના કેસમાં આરોપી પાદરી સ્ટેન સ્વામી(stan swamy)નું મૃત્યુ 'કસ્ટોડિયલ હત્યા' ગણાવી છે. ત્યારે ગોવા કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારના રોજ જણાવ્યું કે, તે મંગળવારે પણજીના આઝાદ મેદાનમાં તેનો વિરોધ કરશે.

આ પણ વાંચોઃ ભીમા કોરેગાંવના આરોપી સ્ટેન સ્વામી બોલ્યો કે, ભલે હું જેલમાં મરા જઉં પણ સારવાર માટે મુંબઈ નહીં જઉં

ગોવા પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરાશે વિરોધ

ગોવા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગિરીશ ચોડાંકરે ટ્વિટ કરી જણાવ્યું કે, ગોવા કોંગ્રેસ સ્ટેન સ્વામી(stan swamy)ની 'કસ્ટોડિયલ હત્યા' કેસ નિંદાનિય છે. સ્ટેન સ્વામી માનવ અધિકાર કાર્યકર હતા. જેમણે સમાજના વંચિત વર્ગના ઉત્થાન માટે કામ કર્યું હતું. 84 વર્ષના પુજારીને જેલમાં રાખવામાં આવ્યા હતા અને મૂળ સુવિધાઓથી વંચિત રાખ્યા હતા. આ જુલમી સરકારની નિર્દયતાનું આ નક્કર ઉદાહરણ છે. જે કેસને લઇને સરકાર વિરૂદ્ધ સવારે 11 વાગ્યે આઝાદ મેદાનમાં અમે વિરોધ કરીશું. ”

આ પણ વાંચોઃ ભીમા કોરેગાંવ કેસની ચાર્જશીટમાં સ્ટેન સ્વામી માઓવાદી, ઝારખંડ સરકારે વાંધો ઉઠાવ્યો

સ્ટેન સ્વામીનું બઈના બાંદ્રાની એક હોસ્પિટલમાં નિધન

સ્વામીનું સોમવારના રોજ મુંબઈના બાંદ્રાની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. હોસ્પિટલના જણાવ્યા પ્રમાણે, હાર્ટ એટેક આવ્યા બાદ સ્વામીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, પરંતુ તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો. સોમવારના રોજ બપોરે 1.25 વાગ્યે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. એલ્ગર પરિષદ-માઓવાદી સંબંધમાં સ્વામીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિયંત્રણ અધિનિયમ (યુપીએ) હેઠળ તેમને કસ્ટડિમાં લેવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details