ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કૉંગ્રેસ ક્રાઉડ ફંડિંગ કેમ્પેન 'ડોનેટ ફોર દેશ' શરુ કરશે - મહાત્મા ગાંધીજી

રાજસ્થાનમાં કૉંગ્રેસ ક્રાઉડ ફંડિંગ કેમ્પેન શરુ કરવા જઈ રહી છે. જેમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ અને યુપીઆઈ દ્વારા નાણાં ટ્રાન્સફર કરી શકાશે. કૉંગ્રેસ રાજસ્થાનમાં વર્ષ 2018ની વિધાનસભા ચૂંટણી પહેલા આ કેમ્પેન કરી ચૂકી છે. Congress Online Crowd Funding Campaign Rajshthan

કૉંગ્રેસ રાજસ્થાનમાં ક્રાઉડ ફંડિંગ કેમ્પેન 'ડોનેટ ફોર દેશ' શરુ કરશે
કૉંગ્રેસ રાજસ્થાનમાં ક્રાઉડ ફંડિંગ કેમ્પેન 'ડોનેટ ફોર દેશ' શરુ કરશે

By ETV Bharat Gujarati Team

Published : Dec 16, 2023, 6:01 PM IST

જયપુરઃ કૉંગ્રેસ તરફથી 18મી ડિસેમ્બરના રોજ ક્રાઉડ ફંડિંગ કેમ્પેનની શરુઆત કરવામાં આવશે. પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ કેમ્પેન લોન્ચ કરશે. કૉંગ્રેસ પાર્ટીને 138 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તેથી આ કેમ્પેનમાં કૉંગ્રેસ 138, 1380 અને 13,800 રુપિયા જનતા પાસેથી એકત્ર કરશે. તેના માટે વેબસાઈટ donateinc.in અથવા inc.in પર જનતા નાણાં ઓનલાઈન ટ્રાન્સફર કરી શકશે. આ ઉપરાંત ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ, યુપીઆઈ, આરટીજીએસ, નેફ્ટ અથવા ક્યુઆર કોડ સ્કેન કરીને પણ જનતા ડોનેશન કરી શકશે. ડોનર ભારતીય મૂળનો હોવો જોઈએ અને તેની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.

તિલક સ્વરાજ ફંડ પ્રેરિત અભિયાનઃ કૉંગ્રેસ 18 ડિસેમ્બરથી ઓનલાઈન ક્રાઉડ ફંડિંગ "ડોનેટ ફોર દેશ" કેમ્પેન શરુ કરવા જઈ રહી છે. જ્યાં પાર્ટી એક બૂથ પર 10 ઘરો સુધી પહોંચીને દરેક ઘરેથી ઓછામાં ઓછા 138 રુપિયાનો સહયોગ માંગશે. જ્યાં કૉંગ્રેસના પ્રત્યેક પદાધિકારીઓએ ઓછામાં ઓછું 1,380 રુપિયા દાનનું યોગદાન કરવાનું રહેશે. કે સી વેણુગોપાલ અનુસાર આ અભિયાન 1920-21માં મહાત્મા ગાંધીના ઐતિહાસિક તિલક સ્વરાજ ફંડથી પ્રેરિત છે. વેણુગોપાલ આગળ જણાવે છે કે અમે રાજ્ય સ્તરીય પદાધિકારીઓ, હમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ડીસીસી અધ્યક્ષ, પીસીસી અધ્યક્ષ અને એઆઈસીસી પદાધિકારીઓમાંથી દરેક પાસેથી ઓછામાં ઓછા 1,380 રુપિયાના યોગદાન માટે પ્રોત્સાહિત કરીએ છીએ.

બહેતર ભારત માટે કેમ્પેનઃ કૉંગ્રેસના આ કેમ્પેન સંદર્ભે માહિતી આપતા પાર્ટીના રાષ્ટ્રીય ટ્રેઝરર અજય માકન મીડિયા સમક્ષ ઉપસ્થિત થયા હતા. માકનની સાથે સંગઠન મહાસચિવ કે સી વેણુગોપાલ પણ હાજર રહ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં માકને જણાવ્યું કે કૉંગ્રેસને મજબૂત કરવા માટે કૉંગ્રેસના એકાઉન્ટમાં નાણાં જમા કરાવો, જેથી કૉંગ્રેસ એક બહેતર ભારત પર કામ કરી શકે. અમે આ અભિયાનને 'ડોનેટ ફોર દેશ' નામ આપ્યું છે.

  1. સંસદની સુરક્ષામાં ક્ષતિ મામલે રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું
  2. રામ મંદિર પૂજારી વિરુદ્ધ અશ્લીલ પોસ્ટ વાયરલ કરનારની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી

ABOUT THE AUTHOR

...view details