- કોરોના વાઈરસથી સંક્રમિત કોંગ્રેસના સાંસદ રાજીવ સાતવનું નિધન
- કોંગ્રેસ નેતા અને રાજ્યસભાના સભ્ય રાજીવ સાતવનું 46 વર્ષની વયે નિધન
- કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરી આપી માહિતી
પુણે: કોંગ્રેસ નેતા અને રાજ્યસભાના સભ્ય રાજીવ સાતવનું 46 વર્ષની વયે નિધન થયું છે. તેઓ કોરોના વાયરસ સામે લડી રહ્યા હતા. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને તેમના નિધનની જાણકારી આપી છે.
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાનું ટ્વિટ
કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વીટ કરીને તેમના નિધનની જાણકારી આપી. સુરજેવાલાએ રાજીવ સાતવના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં લખ્યું કે, 'નિશબ્દ! આજે એક એવા સાથી ગુમાવી દીધા જેમણે જાહેર જીવનનું પહેલું પગલું યુવા કૉંગ્રેસમાં મારી સાથે ભર્યું અને આજ સુધી એક સાથે ચાલ્યા પણ આજે...સાતવની સાદગી, બેબાક સ્મીત, જમીન સાથે જોડાણ, નેતૃત્વ અને પાર્ટી સાથે નિષ્ઠા અને દોસ્તી સદા યાદ આવશે. અલવિદા મારા દોસ્ત! જ્યાં રહો, ચમકતા રહો!!!'
હાલત ખૂબ જ નાજુક
આપણે જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે શનિવારે કહ્યું હતું કે, કોરોના વાયરસથી સંક્રમિત રાજીવ સાતવ એક નવા વાઈરસથી સંક્રમિત થયા હતા. તેની હાલત ખૂબ જ નાજુક છે.
22 એપ્રિલના રોજ કોરોના વાઈરસથી થયાં હતા સંક્રમિત
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની નજીક હોવાનું મનાતા સાતમ 22 એપ્રિલના રોજ કોરોના વાઈરસથી સંક્રમિત થયાં હતા. ત્યારબાદ તેઓને પુણેની જહાંગીર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓ વેન્ટિલેટર પર હતા.