- ગુજરાત બાદ પંજાબમાં પણ રાજનૈતિક રકઝક
- પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે આપ્યું રાજીનામું
- કોંગ્રેસે નવી સરકાર બનાવવાની ફોર્મ્યુલાની તૈયારીઓ શરૂ
ન્યૂઝ ડેસ્ક: ગુજરાત બાદ પંજાબમાં પણ રાજનૈતિક રકઝક શરૂ થઇ છે ત્યારે શનિવારે પંજાબમાં મુખ્યપ્રધાન પદ પરથી કેપ્ટન અમરિંદર સિંહે (Captain Amarinder Singh) રાજીનામું આપ્યા બાદ હવે કોંગ્રેસે નવી સરકાર બનાવવાની ફોર્મ્યુલા નક્કી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂર્વ સાંસદ અને પંજાબ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સુનીલ જાખડ, રાહુલ ગાંધી (Rahul Gandhi) અને નવજોત સિંહ સિદ્ધુના નજીકના મુખ્યપ્રધઆન બની શકે છે.
પંજાબના મુખ્યપ્રધાન બનાનારમાં આ નામ છે ચર્ચામાં
આ સિવાય નવી સરકારમાં બે ડેપ્યુટી સીએમ પણ બનાવવામાં આવશે. બે ડેપ્યુટી સીએમમાંથી એક ડેપ્યુટી સીએમ દલિત સમુદાયમાંથી હશે. આ રેસમાં પૂર્વ કેબિનેટ પ્રધાનના ચરણજીત સિંહ ચન્ની અને કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય રાજકુમાર વેરકાના નામ આગળ છે.
આ પણ વાંચો:'કેપ્ટન' પર ભારે પડ્યો 'ખેલાડી, નવજોત સિંહ સિદ્ધુએ બદલો વાળ્યો - અમરિંદરે છોડવી પડી CM ખુરશી
સૂત્રોના જણાવ્યા અનુસાર, નવા ધારાસભ્ય પક્ષના નેતા તરીકે સિદ્ધુ સિવાય, કોંગ્રેસના ભૂતપૂર્વ પંજાબ એકમના અધ્યક્ષ સુનીલ જાખડ, ભૂતપૂર્વ પ્રધાન સુખજિંદર સિંહ રંધાવા, ત્રિપટ રાજિન્દર સિંહ બાજવા અને રાજ્યસભાના સભ્ય પ્રતાપ સિંહ બાજવાનાં નામ સમાચારોમાં છે. આ નામો ઉપરાંત પૂર્વ કેન્દ્રીય પ્રધાનો અંબિકા સોની, બ્રહ્મ મોહિન્દ્રા, વિજય ઈન્દર સિંગલા, પંજાબ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ કુલજીત સિંહ નાગરાની નામોની પણ ચર્ચા છે.