ગુજરાત

gujarat

પેગાસસ જાસૂસીકાંડને લઈને કોંગ્રેસે કેન્દ્ર પર સાધ્યું નિશાન, કપિલ સિબ્બલે કહ્યું - આ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે

By

Published : Jul 20, 2021, 7:14 PM IST

પેગાસસ જાસૂસીકાંડને લઈને કોંગ્રેસે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને જવાબદાર ઠેરવીને તેમના રાજીનામાની અને વડાપ્રધાન મોદીની આ ઘટનામાં સંડોવણીની તપાસ અંગે માગ કરી હતી. જ્યારબાદ મંગળવારે કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સિબ્બલે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા.

પેગાસસ જાસૂસીકાંડને લઈને કોંગ્રેસે કેન્દ્ર પર સાધ્યું નિશાન
પેગાસસ જાસૂસીકાંડને લઈને કોંગ્રેસે કેન્દ્ર પર સાધ્યું નિશાન

  • પેગાસસ સ્પાયવેરને લઈને કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલનું નિવેદન
  • સરકાર ખુલાસો કરે કે તેમણે ક્યારેય આ સ્પાયવેરનો ઉપયોગ કર્યો છે કે કેમ?
  • જો ન કર્યો હોય તો તે જણાવે કે કોણે કર્યો? કારણ કે તે માત્ર દેશોને જ વેચાય છે

ન્યૂઝ ડેસ્ક : ઈઝરાયેલી સ્પાયવેર પેગાસસ દ્વારા ભારતના પત્રકારો, વિપક્ષના નેતાઓ તેમજ સામાજિક કાર્યકર્તાઓની કથિત રીતે જાસૂસી કરવામાં આવી રહી હોવાના અહેવાલોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સોમવારે કોંગ્રેસ દ્વારા જાસૂસી માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને જવાબદાર ઠેરવીને તેમના રાજીનામાની માગ કરી હતી. આ સાથે વડાપ્રધાન મોદીની ભૂમિકાની તપાસ કરવાનું પણ કહ્યું હતું.

જો ભારત સરકારે પૈસા નથી ચૂકવ્યા તો કોણે ?

મંગળવારે કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે કેન્દ્ર સરકાર પર નિશાનો સાધતા કહ્યું હતું કે, આ દેશની સુરક્ષા સાથે ચેડા છે. પેગાસસ પર સત્ય સામે આવી રહ્યું નથી. કંપની કહે છે કે તેઓ આ સોફ્ટવેર માત્ર દેશોને જ વેચે છે. સરકાર દ્વારા આ સોફ્ટવેર લેવા માટે પૈસા પણ ચૂકવવામાં આવ્યા છે. જો એ પૈસા ભારત સરકારે નથી ચૂકવ્યા તો કોણે ચૂકવ્યા છે? એ વાત પણ સરકારે રજૂ કરવી પડશે.

જો સરકારે ઉપયોગ નથી કર્યો તો કોણે કર્યો ?

કપિલ સિબ્બલે વધુમાં કહ્યું હતું કે, પેગાસસ સ્પાયવેર જે પણ લોકોના ડિવાઈસ સુધી પહોંચાડવામાં આવે છે, તે લોકો શું કરી રહ્યા છે તેની પળેપળની માહિતી હેકર્સ સુધી પહોંચી જાય છે. સરકારે ખુલાસો કરવો જોઈએ કે તેમણે આ સ્પાયવેરનો ક્યારેય ઉપયોગ કર્યો છે કે નથી? જો તેમણે ક્યારેય આ સ્પાયવેરનો ઉપયોગ ન કર્યો હોય તો તે પણ જણાવવું જોઈએ કે તેનો ઉપયોગ ખરેખર કર્યો કોણે છે? સરકાર કર્ણાટકમાં સિદ્ધારમૈયા, દેવગૌડા સહિતના નેતાઓની જાસૂસી કરાવી રહી હોય તો તે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે.

ABOUT THE AUTHOR

...view details