- ચલો બંગાળના સૂત્ર સાથે દરેક રાજકીય પાર્ટીના નેતાઓ મેદાને
- કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું, મોદી-ઓવૈસી એક છે
- દરેક રાજકીય પાર્ટી માટે સૌથી મોટો ટાર્ગેટ પશ્ચિમ બંગાળ
ભોપાલઃ મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરાએ શુક્રવારે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પુડ્ડુચેરી, આસમ અને કેરળમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી છે. આ સાથે જ દરેક રાજકીય પાર્ટી ચલો બંગાળના સૂત્ર સાથે બંગાળમાં પ્રચાર કરવા પહોંચી રહી છે. આ તમામની વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર પણ શરૂ થયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે તો વડાપ્રદાન નરેન્દ્ર મોદી અન અસદુદ્દીન ઓવૈસીને ટ્વિટ કરી એકબીજાના ભાઈ ગણાવી દીધા છે. દિગ્વિજય સિંહે ટ્વિટ કરતા જણાવ્યું કે, અસદુદ્દીન ઓવૈસી તો ભાજપના સહયોગી છે. આ સાથે દિગ્વિજય સિંહે ટ્વિટમાં 'તૂ જહાં જહાં ચલેગા, મેરા સાયા સાથ હોગા' જેવી લાઈન પણ લખી હતી.
બંગાળમાં પોતાનો પગ જમાવવા ભાજપની તનતોડ મહેનત