- લોકસભામાં કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરીએ વિવિધ બાબતે સરકાર પર શાબ્દિક હુમલો કર્યો
- કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર ખેડૂત સામે લડવાનો આરોપ લગાવ્યો
- બાલાકોટ એર સ્ટ્રાઇક પહેલા કથિત રૂપે માહિતી લીક કરવાનો આરોપ
નવી દિલ્હી : કોંગ્રેસે સોમવારના રોજ કેન્દ્ર સરકાર પર ખેડૂત સામે લડવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે બાલાકોટ એર સ્ટ્રાઇક પહેલા કથિત રૂપે માહિતી લીક કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. આ સાથે ગણતંત્ર દિવસે અમુક ઉપદ્વવીઓ દ્વારા લાલ કિલ્લામાં ઘુસવા અને ધાર્મિક ધ્વજારોહણ કરવા બાબતે સંયુક્ત સંસદીય સમિતિ (JCP) પાસે તપાસ કરવાની માગ કરી છે. લોકસભામાં કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરીએ વિવિધ બાબતે સરકાર પર શાબ્દિક હુમલો કર્યો હતો.
કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરી લોકસભામાં સરકારને ધેરી કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરીએ લોકસભામાં ઉઠાવેલા અમુક મુદ્દાઓ
ખેડૂતો સાથે વાત કરવાને બદલે તમે કાંટા નાખ્યાં
તમે ખેડૂત સાથે કેમ વાત નથી કરતા? આ અહંકાર છે. એનાથી માનવતાને નુકસાન થઈ રહ્યું છે. તમે ત્યાં કાંટાળા અવરોધો ઉભા કર્યા છે. ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી છે. ખેડૂતોને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. તમારા સાંસદો કંઈપણ બોલવાની પરિસ્થિતિમાં નથી. લાગે છે કે, હવે પંજાબ અને હરિયાણા તમારા હાથમાંથી સરકી ગયું છે અને હવે યુપી પણ જશે. ખેડૂતો આપણો ભાગ્ય વિધાતા છે, પરંતુ તમે કાયદો પરત ખેંચી રહ્યા નથી.
કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરી લોકસભામાં સરકારને ધેરી 'લાલ કિલ્લાની ઘટનામાં તમારા લોકો શામેલ હતા'
26 જાન્યુઆરીના દિવસે લાલ કિલ્લા પર જે પણ કંઇ બન્યું હતું. જ્યાં તમારા સમર્થકો હતા. તમારા લોકો પણ સામેલ હતા. નહિંતર, આવી અભૂતપૂર્વ સુરક્ષા વચ્ચે આવી ઘટના બનવી શક્ય જ નથી. ખેડૂત આંદોલનને બદનામ કરવાનું આ તમારૂ કાવતરૂ હતું. જો તેમ નથી, તો પછી જેપીસીને આ અંગે તપાસ કરવાના આદેશ આપો. સરકાર પાસે તમામ પુરાવા છે. CCTV ફૂટેજ છે. તેને જાહેર કરો અમને બધા ફૂટેજ બતાવો. આ ખેડૂત આંદોલન માત્ર પંજાબનું નથી, પરંતુ તમે વારંવાર કહી રહ્યા છો. હવે આ આંદોલને એક જન આંદોલન બની ચૂક્યું છે.
કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરી લોકસભામાં સરકારને ધેરી 'તમે થનબર્ગના સમર્થનથી કેમ નારાજ છો'
તમે સ્વિડિશ પર્યાવરણીય કાર્યકર ગ્રેટા થનબર્ગથી પણ નારાજ છો. તમે તે 18 વર્ષની છોકરીથી કેમ નારાજ છો? તેમને વિદેશ મંત્રાલય પર પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું હતું. તેમને ખેડૂત આંદોલનને ટેકો આપ્યો, તો તેમાં ખોટું શું છે? વિચાર કરવાને બદલે, તમે વિવેચકોથી નારાજ થાઓ છો. આવી પરિસ્થિતિ કેમ ઉભી થઈ તે વિશે વિચારો.
કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરી લોકસભામાં સરકારને ધેરી સચિન-લતા પર પણ તમે દબાણ ઉભું કર્યું
તમે સચિન તેંડુલકર અને લતા મંગેશકર જેવા કલાકારો પર દબાણ બનાવ્યું છે. તમારા માણસોએ આ કામ કર્યું છે. તમે તેમને ટ્વીટ કરીને તેમનો સહારો લઈ રહ્યા છો. તમે તેમને પણ ગેરમાર્ગે દરી રહ્યા છો.
કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરી લોકસભામાં સરકારને ધેરી કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરી લોકસભામાં સરકારને ધેરી